વર્ષો જૂની કહેવત છે, કે” ભૂખે પેટ ભજના ના કોઈ ” એનો મતલબ કે કોઈ પણ કામ ખાલી પેટ કરી શકાતું નથી. જો તમને ભૂખ લાગી હોય તો તમને કામ કરવામાં મન પણ ના લાગે અને તે કામ જલ્દી પૂરું પણ નથી થતું.
જો વધારે સમય ભૂખ્યા રહેવાથી પેટમાં દુખાવો, એસિડિટી, લો બ્લડ પ્રેસર, ઉલ્ટી જેવી અન્ય સમસ્યા થઇ શકે છે. જેમાં તમારે ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે.
સવારે ઉઠીને હંમેશા કઈંક ખાવાની પરંપરા રહી જ છે. અત્યારની બદલાતી જીવનશૈલીને લીધે તે પરંપરા સમાપ્ત થઈ રહી છે. ઘણા લોકો એ નસ્તો કરવાનો પણ છોડી દીધો છે. આ સમય માં કેટલાક એવા કામ કરીયે છીએ જે શરીરને ખુબ જ નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ કે ખાલી પેટ શું ના કરવું જોઈએ તેના વિશે વધુ જાણીએ.
ખાલી પેટ આ 4 કામ ના કરો : (1) સવારે ઉઠીને કોફી કેમ ના પીવી : જો ખાલી પેટ કોફીનું સેવનન કરતા હોય તો તમારા પેટમાં એસિડિટી ની સમસ્યા વધે છે. કોફીમાં ઘણા સંયોજનો આવેલા છે જે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ નું પ્રમાણ વધારે છે. જેથી ખાલી પેટ કોફીનું સેવન ના કરવું જોઈએ.
(2) ખાલી પેટ આલ્કોહોલ કેમ ના પીવું જોઈએ : જો તમે ખાલી પેટ આલ્કોહોલ પીવો તો તે તમારા લોહીના પ્રવાહ માં સીધા જાય છે. એકવાર જો એકવાર બ્લડમાં આલ્કોહોલ પ્રવેશ કરી લે તો તે શરીરમાં હૅચાય જાય છે અને તે રક્ત વાહિનીમાં ઝડપથી ફેલાય છે. જે ગરમી અને ત્વરિત આંચકો પણ આપે છે. તે પલ્સ રેટને પણ ઓછો કરે છે, જેના કારણે બ્લડપ્રેશરમાં વધઘટ થયા કરે છે.
ખાલી પેટ જો આલ્કોહોલ લેવામાં આવે તો તે લીવર, ફેફસા, કિડની અને મગજ પર ઝડપથી અસર કરે છે. એક વ્યક્તિ દ્વારા 20 ટકા પીવામાં આવતા આલ્કોહોલ માત્ર 1 જ મિનિટમાં મગજ સુધી પહોંચી જાય છે. જેથી શરીર ને ઘણું નુકસાન થાય છે.
(3) ખાલી પેટ ચીંગમ કેમ ન ખાવી : ખાલી પેટ ચીંગમ ખાવી શરીર માટે યોગ્ય નથી કેમકે ચાવવું તે કુદરતી પ્રક્રિયા છે. જયારે તમે ચાવવનું શરુ કરો ત્યારે પેટમાં પાચક એસિડ બનવાનું ચાલુ થઇ જાય છે. જે એસિડિટીથી લઈને અલ્સર સુધીની સમસ્યા થઇ શકે છે. જેથી ખાલી પેટ તેનું સેવન ના કરો.
(4) ખાલી પેટ ગુસ્સો કેમ ના કરવો : જો તમને પણ ખાલી પેટ ગુસ્સો આવે છે તો તેની અસર બ્લડ સુગર લેવલ પર પડી શકે છે. જેના કારણે બ્લડ સુગર લેવલ ધટી જાય છે. આવી પરિસ્થિતિમાં નાસ્તો કરી લેવો જેથી ગુસ્સો શાંત થઇ જાય. ખાલી પેટ હંમેશા ગુસ્સો વધે છે જેથી ખાલી પેટ ઘૂસો કરવો આ યોગ્ય નથી
તમે બધા ને હવે ખ્યાલ આવી ગયો હશે કે ખાલી પેટ પર કેટલી સાવચેતી રાખવી જોઈએ. આ હંમેશા માટે ધ્યાન જેવું છે.