જયારે પણ ઋતુમાં પરિવર્તન આવે છે ત્યારે શરદી, ખાંસી, તાવ જેવા વાયરલ ઈન્ફેક્શન થઈ જાય છે જેમાં આપણે ઘણી વખત મેડીકલમાં મળતી દવાનો સૌથી વધુ ઉપયોફાગ ડોક્ટરની સલાહ લીધા ખાઈ લેતા હોઈએ છીએ. તેવી દવા અત્યારના સમયમાં ડોલો 650 સૌથી વધુ ખાઈ લેતા હોઈએ.
પરંતુ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી ઘણી વખત આપણા સ્વાસ્થ્ય પર ઘણી આડઅસર પણ જોવા મળતી હોય છે. છેલ્લા અમુક દાયકા એટલેકે કોરોના આવ્યા પછી તેની ડિમાન્ડ પણ ખુબ જ વધી ગઈ છે. તમને જાણતા હશો કે કોરોના મહામારીમાં ખુબ જ હાહાકર મચી ગયો હતો.
તેવામાં શરદી, ખાંસી, તાવ અને ફેફસાને લગતી સમસ્યા સૌથી વધુ જોવા મળતી હતી. કોરોના માં દરેક વ્યક્તિ તાવ, હાથપગના દુખાવા થતા હતા તેવામાં સૌથી વધુ ડોલો 650 નો ઉપયોગ કરવામાં આવતો હતો. એવામાં ઘણા લોકોને જયારે પણ હાથ પગ અને તાવ જેવબુ લાગતું હતું ત્યારે સૌથી પહેલા ડોક્ટરની સલાહ લીધા વગર જ ડોલો 650 ખાઈ લેતા હતા.
ડોલો 650 નો સૌથી વધુ ઉપયોગ તપાસ કર્યા વગર જ લેવાથી સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે, તમને જણાવી દઉં કે ડોલો 650 પેરાસીટામોલનુ કામ કરે છે. જે તાવને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ડોલો શરીરના કોઈ પણ દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.
જેમ કે, દાંતનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુના દુખાવા, મસલ્સ પેઈન વગેરે માં ખુબ જ ઝડપથી રાહત આપે છે. માટે અત્યારના સમયમાં સૌથી વધુ ઉપયોગ કોઈ વિચાર કે ચર્ચા કર્યા વગર જ લોકો ઉપયોગ કરે છે. ડોલો 650 ખાવાથી સ્વાસ્થ્ય ને શું આડઅસર થાય તેના વિષે જણાવીશું.
ડોલો 650 ખાવાથી થતી સામાન્ય સમસ્યા: જયારે પણ આપણે ડોલો 650 ગોળી ખાઈએ છીએ ત્યારે આપનો જીવ ગભરાતો હોય છે, આ ઉપરાંત શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, વધારે ઊંઘ આવવી, શરીરમાં અસ્વસ્થ રહેવાનો અનુભવ થવો, કબજિયાત, મોં સુકાયેલું રહે જેવી સામાન્ય સમસ્યા થઈ શકે છે.
ડોલો 650 ખાવાથી થતી ગંભીર સમસ્યા: હૃદયના ધબકારા ઓછા વધતા થઈ જવા, ફેફસામાં ઈન્ફેક્શન લાગવું, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, નર્વસ અનુભવવી શરીરમાં વીકનેસ આવવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
માટે ડોલો 650 કે તેના સિવાય કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર ના લેવી જોઈએ, જો આપણે પણ આપણા સ્વાસ્થ્ય ને અનેક નુકસાન થી બચાવી રાખવું હોય તો કોઈ પણ બીમારી માં જાતે કોઈ પણ દવા લેવી ના જોઈએ, આ માટે તત્ત્કાલિક ડોક્ટરની સલાહ લઈને કોઈ પણ દવાનું સેવન કરવું જોઈએ.
જો તમે ડોલો 650 ખાઓ ચો તે ક્યારેય ખાલી પેટ ના ખાવી જોઈએ, નહીં તો છાતીમાં બળતરા જેવી સમસ્યા પણ થઈ શકે છે. માટે થોડું ભોજન કર્યા પછી જ દવાનું સેવન કરવું જોઈએ.