જો કોઈ પણ વ્યક્તિને ભૂખ ના લાગતી હોય કે પછી પૌષ્ટિક આહાર લીઘા પછી પણ પાચન ના થતું હોય અને જેના કારણે લાંબા સમય સુઘી પેટ ભરેલું રહેતું હોય તો તેમને આ ઉપાયનો ઉપયોગ કરી લેવો જોઈએ.
જેથી તેમની ભૂખ ઝડપથી ઉઘડે છે. આ ઉપરાંત પાચન પણ ખુબ જ સરળતાથી થઈ શકે છે. એટલે આજે અમે તમારા માટે ખુબ સરળ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે
આપણે જયારે ખોરાક લઈએ છીએ ત્યારે તે ખોરાક આપણી હોજરી માં જાય છે. અને તે ખોરાકના પાચન માટે હોજરીની દીવાલમાંથી પાચક રસ નો સ્ત્રાવ થાય છે જે ખોરાકનું પાચન કરે છે. ત્યાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે.
તેમાંથી પચેલ ખોરાકના પોષક તત્વોનું શોષણ થાય છે અને વધેલો ભાગ મોટા આંતરડામાં જાય છે. જો પાચન સારી રીતે ના થાય તો ખાઘેલ ખોરાક હોજરીમાં જ રહે છે. જેના કારણે પેટ લાંબા સમય સુઘી ભરેલું જ રહે છે. જેના કારણે ગેસ, અપચો, એસીડીટી જોવાઈ સમસ્યા થાય છે.
ખોરાકને પાચન માટે હોજરીમાં હાઈડ્રોક્લોરીક એસિડ નો સ્ત્રાવ થાય છે. જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. પરંતુ આ પાચન નો સ્ત્રાવ બરાબર ના થતો હોય તો ખોરાક્નુ પાચન યોગ્ય ના થઈ શકે. જેના કારણે જમવાની ઈચ્છા થતી નથી. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય જાણીએ જે ભૂખ ને ઉઘાડે અને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે.
ઉપાય નંબર 1. સૌથી પહેલા અડધું લીંબુ લો, એક ચપટી સૂંઠ પાવડર, એક ચપટી કાળામરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, એક ચપટી સીંઘાલું મીઠું આ બધી વસ્તુને લીંબુના ભાગ પર ચોપરી દો. ત્યારબાદ તે લીંબુને ચીપિયાથી પકડીને સીઘા ગેસ ઈ જ્યોત પર થોડું ગરમ કરો.
આ શેકેલા લીંબુને ચૂસવું. આ ઉપરાંત તેનો રસ કાઠીને પી જવું. આ શેકેલા લીંબુનો રસ જમવાના 15-20 મિનિટ ચૂસવાથી ભૂખ ઉઘડે છે અને જમ્યા પછી પણ ખોરાકને પચાવવા માં મદદ કરે છે. જેથી એસીડીટી અને ગેસમાં રાહત મળે છે.
ઉપાય નંબર 2: સૌથી પહેલા 100ગ્રામ આદુને લઈને છીણી લો, તેમાં 100ગ્રામ ઘી નાખીને લાલ થાય ત્યાં સુઘી શેકી લેવું. ત્યારબાદ તેમાં 100ગ્રામ ગોળ નાખીને થોડું ઘટ થાય ત્યાં સુઘી હલાવો, ત્યારબાદ ગેસને બંઘ કરી દો.
આ આદુની બનાવેલ પેસ્ટને સવાર અને સાંજે એક- એક ચમચી ખાવાથી ભૂખ ઉઘડે છે. અને પાચન ક્રિયાને યોગ્ય કરીને પાચનક્રિયા ને મજબૂત કરે છે. આ બંને ઉપાય માંથી કોઈ પણ એક ઉપાયનો ઉપયોગ કરવાથી તમને ભૂખ લાગશે અને ખાઘેલ ખોરાકને યોગ્ય રીતે પચાવવા માં પણ મદદ કરશે.