આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ કેટલાક માટે આશ્ચર્યજનક વાત હોઈ શકે છે, પરંતુ દોરડા કૂદવા એ પણ અસરકારક કસરત છે. આ કસરતને તમે ક્યાં છો અને તમારી પાસે કેટલી જગ્યા છે તેની પરવાહ કરવા વગર કરી શકો છો. આ સિવાય, કાર્ડિયોવેસ્ક્યુલર સાધનોના કરતાં ઘણું સસ્તું છે.

રોજ દોરડા કૂદવાથી વજન ઘટાડવાથી લઈને ચહેરાને ચમકદાર બનાવવા સુધીના 10 પ્રકારના ફાયદા થઈ શકે છે. તો આજે અમે તમને એવા 10 કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે શા માટે તમારે દોરડા કૂદવા જોઈએ.

દોરડા કુળવાથી કેલરી બર્ન થાય છે?
આશ્ચર્યજનકની વાત એ છે કે દોરડા કૂદવાથી એક મિનિટમાં 10 કેલરી બર્ન થાય છે અને તમારા પગ, ખભા, એબ્સ અને હાથને પણ મજબૂત બનાવે છે. સરેરાશ તમે 10-મિનિટના સત્રમાં દરરોજ 200 કેલરી બર્ન કરી શકો છો. તે ઝડપી ચાલવા કરતાં પણ વધારે અસરકારક છે.

ફિટ રહેવાની સસ્તી રીત : કોઈપણ કસરત કરવા માટે મોંઘા મશીનની તુલનામાં, દોરડા કૂદવા ખુબ જ સસ્તું છે. જો તમે ફિટ રહેવા માટે આ મશીનોનો ઉપયોગ કરશો તો તમે ઘણા પૈસા ખર્ચશો જ્યારે દોરડા કૂદવા માટે તમારે ફક્ત એક જ વાર 70 થી 80 રૂપિયા જ ખર્ચવા પડશે.

ફૂલ બોડી વર્કઆઉટ : દોરડા કૂદવા એ આખા શરીર માટે ખુબ જ અસ્સારકારક વર્કઆઉટ છે જે તમારા , ક્વૉડ્સ, હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સ, એબ્સ, ખભા અને તમારા હાથના સ્નાયુઓ માટે પણ કામ કરે છે.

પેટની ચરબી ઓછી કરે છે : દોરડા કુદવાથી તમારા પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. વજન ઘટાડતી વખતે મુખ્ય પડકાર ચરબી હોય છે. પરંતુ દોરડું કૂદવું તમને આમાં મદદ કરી શકે છે. કસરત કોઈપણ ડાઈટ વગર પેટની ચરબી ઘટાડવામાં અને પેટના સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

એકાગ્રતા વધારે છે : દરેક કાર્ડિયો કસરત તમને તમારી એકાગ્રતા વધારવામાં મદદ કરે કરશે અને દોરડા કુદવું તેમાંથી એક છે. દોરડા કૂદવાથી તમારા શરીરને શાંત કરી શકાય છે અને તમારી એકાગ્રતામાં વધારો થાય છે.

લચીલાપન : દોરડા કુદવાનો એક શ્રેષ્ઠ ફાયદો એ છે કે તમે એક સાથે વિવિધ પ્રકારની કસરતો કરી શકો છો. તેને કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે કરી શકાય છે. દોરડા કૂદવાથી તમારું શરીર શાંત અને લવચીક બને છે. દોરડા કૂદવાથી સ્નાયુઓને ઘણી શક્તિ મળે છે અને આરામ મળે છે.

તમે ખુશ રહો છો : તમારો મૂડ સુધારવાની સૌથી સરળ રીત કઈ છે? કસરત !. વ્યાયામ કરવાથી “એન્ડોર્ફિન્સ” નામના સિગ્નલિંગ અણુ (ન્યુરોટ્રાન્સમીટર) નીકળે છે જે આપણા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે.

ખુબ જ વધારે કેલરી બર્ન થાય છે : સંશોધન મુજબ દોરડા કૂદવા, પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એક મિનિટમાં 25 થી 30 કેલરી બર્ન કરી શકે છે, એટલે કે તમે માત્ર અડધા કલાકમાં 600 કેલરી બર્ન કરી શકો છો. જો તમે વજન ઘટાડવા માટે કેલરી બર્ન કરવા માંગતા હોય તો દોરડા કૂદવા ફાયદાકારક છે.

હાડકાં મજબૂત બને છે : દોરડા કૂદવાથી તમારા હાડકાંને મજબૂતી મળશે અને હાડકાંની ઘનતામાં વધારો થશે, જેનાથી ઑસ્ટિયોપોરોસિસની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

ફિટનેસથી લઈને વેઈટ મેનેજમેન્ટ, મૂડ, કોઓર્ડિનેશન અને ઈન્ટેલિજન્સ સુધી, દોરડા કુદવાથી આ તમામ પરિબળો સુધારવામાં મદદ કરી શકે છે. જો તમે પણ આ 10 લાભો મેળવવા માંગતા હોય તો તમારી ફિટનેસ રૂટિનમાં દોરડા કુદવાને પણ સમાવેશ કરી શકો છો. ફિટનેસ સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *