શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય અને સારી ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ પુરી લેવામાં આવે તો આપણે ઘણી બીમારીમાંથી બચી શકાય છે. ઊંઘ સારી લેવાથી મગજ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે છે.
સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ 7 કલાક ની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને ઊંઘ ના આવવાના કારણે તેમના શરીરમાં માનસિક સિસ્ટમ પણ ખરાબ થઈ શકે છે. માટે આપણે ડાયટમાં અમુક વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમે ખુબ જ સારી ઊંઘ મેળવી શકો.
બદામ: બદામ દરેકના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. બદામમાં એવા ઘણા પોષણ યુક્ત તત્વો મળી આવે છે. દરરોજ બદામનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હદય સંબંધીત સમસ્યા માટે ફાયદાકારક છે. બદામનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મેલાટોનિન હોર્માન્સ ને ઉત્પન્ન કરે છે.
જેના કારણે સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ સારી માત્રામાં મળી આવે છે.જે શરીરમાં સોજો અને તણાવને ઘટાડે છે. જેના કારણે ખુબ જ સારી ઊંઘ આવે છે. માટે સવારે 5 થી 10 બદામને પલાળીને રાત્રે સુતા પહેલા ખાઈ લેવાથી મસ્ત ઊંઘ આવે છે.
કીવી: કીવી ખુબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં ઓછી કેલરી મળી આવે છે. તેમાં પોટેશિયમ અને ફોલેટ મળે છે. કીવીનું નિયમિત સેવન કરવાથી પાચનક્રિયાને સુઘારીને પાચનતંત્ર ને મજબૂત કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને નિયંત્રણમાં લાવે છે.
કીવીમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન-સી મળી આવે છે. રાત્રે સુતા પહેલા એક કીવીનું સેવન કરવાથી સેરોટોનિન હોર્મોન્સને વઘારવામાં મદદ કરે છે. આ હોર્મોન્સમાં વઘારો થવાના કારણે ખુબ જ સારી ઊંઘ લાવે છે.
અખરોટ: અખરોટમાં ફાયબર, વિટામિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં લિનોલિક એસિડ, અને ઓમેગા-3 ફેટી એસીડ હોય છે. જે હદયને સ્વસ્થ રાખે છે.
તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેમાં રહેલ મેલાટોનિન તત્વ સારી ઊંઘ લાવવમાં મદદ કરે છે. જો તમને ઊંઘ નથી આવતી તો સુતા પહેલા એક અખરોટનું સેવન કરવું જોઈએ. જેથી સારી ઊંઘ આવે.
કેમોમિલે ચા: આ એક હર્બલ ચા છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં ફલેવોન નામનું એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે હદય અને કેન્સરથી થતા રોગને રોકવામાં મદદ કરે છે.
આ હર્બલ ચા માં એપીગેનિન તત્વ મળી આવે છે જે ઈન્સોમિનિયાને ઓછું કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. માટે સારી અને ઝડપથી ઊંઘ મેળવવા માટે રાત્રે સુતા પહેલા એક કપ કેમોમિલે ચા નું સેવન કરવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.