આપણે બઘા જાણીએ જ છીએ કે આપણા શરીરમાં વિટામિન સી હોવું કેટલું જરૂરી છે. વિટામિન-સી મુખ્યત્વે લીલા શાકભાજી, ફળો માં ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. દરરોજ એનું સેવન કરવું આવશ્યક છે. આપણા શરીરમાં વિટામિન-સી હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે.

દરરોજ લીલા શાકભાજી અને ફળો નો આહાર લેવો જોઈએ. કેટલીક શારીરિક બીમારી ને દૂર કરવા માટે આપણા શરીરમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોવું જોઈએ. માટે અમે તમારા માટે ફળ અને લીલા શાકભાજીના જ્યુસ બનાવની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું. તે જ્યૂસનું સેવન કરવાથી તમારા શરીરમાં વિટામિન -સી ની કમીને દૂર કરવામાં મદદ કરશે.

જેમકે, કીવી, અનાનસ, પાલક, ટામેટાં, મોસંબી, બ્રોકોલી, સ્ટ્રોબેરી, ડ્રેગન ફૂટ જેવા ફળો અને શાકભાજી માં વધારે પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. તમારે આ બઘાનો જ્યુસ ઘરે જ આસાનીથી બનાવીને પી શકો છો. અને તેને દરરોજ પીવામાં આવે તો તેના અનેક ફાયદા પણ થાય છે. તો ચાલો અમે વધુ માહિતી જણાવીશું.

કીવીનો જ્યુસ : ઉપયોગી સામગ્રી : છોલેલી ચાર કીવી, આદુનો નાનો ટુકડો, તુલસીના પાન, અડધૂ લીંબુ, એક ચપટી મીઠું, ચાર ફુદીના પાન, એક-બે આમળા, આ બધી સામગ્રીને ભેગી કરી દો. જ્યુસ બનાવવાની રીત : સૌથી પહેલા એક ચમચી ચિયા સીડ્સ ને અડઘો કલાક સુઘી પાણીમાં પલાળી દો. હવે ભેગી કરેલી બઘી સામગ્રી મિક્સરમાં પીસી લો. હવે તેને ગળણી થી ગાળીને એક ગ્લાસમાં લઈ લો. હવે તેમાં બરફના ક્રસ કરેલા નાના ટુકડા નાખી દો. ત્યાર બાદ તે જ્યુસનું સેવન કરો.

ફાયદા : વિટામિન-સી થી ભરપૂર છે આ કીવીનું જ્યુસ. શરીરની રોગપ્રતિકારક શક્તિને ઝડપથી વઘારે છે. બ્લડ પ્રેશર ની સમસ્યા માટે ખુબ જ ઉપયોગી છે. આખોનું તેજ વઘારવા માટે પણ ફાયદાકારક છે. શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. શરીરને શારીરિક કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય કીવી જ્યુસના એંક ફાયદા છે.

અનાનસ નો જ્યુસ : ઉપયોગી સામગ્રી : અનાનસ ના 7-8 ટુકડા કાપી લેવા, અડધું લીંબુ, અડઘી ચમઢી મઘ, એક આદુનો નાનો ટુકડો, પાંચ ફુદીના પાન, અડઘો કપ મોસંબીનો રસ આ બઘી સામગ્રી ભેગી કરો. જ્યુસ બનાવવાની રીત : ભેગી કરેલ બઘી સામગ્રીને મિક્સર માં મિક્સ કરો તેમાં થોડું પાણીને મિક્સરમાં પીસી લો. હવે તેને એક ગ્લાસમાં ગાળીને કાઠી લો. તેમાં બરફના નાના ટુકડા ક્રસ કરીને ઉપર નાખો. હવે તેમાં તુલસીના પણ ઉપર નાખીને તે જ્યૂસનું સેવન કરો.

ફાયદા : અનાનસમાં મુખ્યત્વે કાબોહાઈડ્રેટ્સ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. પાચનક્રિયાને સુઘારીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે મહત્વ પૂર્ણ પીણું માનવામાં આવે છે. જે રક્ત પરિવહનને સહેલાઈથી વધારવા માં મદદ કરે છે. સાંઘાના દુખાવામાં અને સ્નાયુના દુખાવાને દૂર કરવા અને હાડકાને મજબૂત કરવામાં ઉપયોગી છે.

ટામેટાનો જ્યુસ : ઉપયોગી સામગ્રી : ચાર ટામેટા, અડધું લીંબુ, આદુંનો નાનો ટુકડો, અડધી ચમચી મઘ, મીઠું અડઘી ચમચી, 2-3 કાળામરી, 4-5 ફુદીના ના પાન, અડધું સમારેલું ગાજર આટલી વસ્તુને તૈયાર કરો. જ્યુસ બનાવવાની રીત : ભેગી કરેલી દરેક સામગ્રીને મિક્સર માં નાખીને તેમાં થોડું પાણી ઉમેરીને પીસી દો. ત્યાર બાદ તેને એક ગ્લાસમાં ગાળી દો. પછી તમે તેમાં તુલસીના પાન અથવા કોથમીર ને તે જ્યુસ ઉપર નાખીને પી જાઓ. આ ઉઅપ્રત તમે તેમાં તમે ઉપર બરફના ક્રસ કરેલા ટુકડા પણ નાખી શકો.

ફાયદા : ટામેટાનો જ્યુસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. પેટની સમસ્યાને દૂર કરીને પાચનતંત્ર ને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખે છે. ચહેરા પરના ખીલ કે દાગને દૂર કરવામાં મદદ કરે અને ચહેરાને ગ્લો કરવામાં મદદ કરે છે. જેથી ચહેરો ચમકવા લાગે છે.

અમે જણાવેલ જ્યુસ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તમે પણ આ જ્યુસ બનાવીને પીવો તો તમારી પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે. જેથી તમારા શરીરમાં અનેક રોગો આવતા અટકી જશે. આ ઉપરાંત વિટામિન-સી કમી પણ દૂર થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *