ઉનાળાની ગરમીમાં બધા લોકો શરીરને ઠંડક મળે તે માટે ફ્રીજનું પાણી અથવા બજારમાં મળતી બોટલનું પાણી પીવાનું વધુ પસંદ કરે છે. પરંતુ અહીંયા તમને માટલાનું એટલે કે ઘડાનું પાણી પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. આ ફાયદા જાણી તમે પણ ફ્રીજનું પાણી પીવાનું બધા કરી માટલાનું પાણી પીવાનું શરુ કરશો.
મેટાબોલિઝમ જાળવવા: ઘડાનું પાણી પીવાથી મેટાબોલિઝમ એકદમ બરાબર રહે છે. મેટાબોલિઝમની પ્રક્રિયા એ જ ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે, જે આપણા કોષોને તેમનું કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા આપે છે. મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી હોય ત્યારે તમે ઓછું ખાઓ તો પણ વજન વધે છે, જ્યારે મેટાબોલિઝમ ફાસ્ટ હોય ત્યારે તમે જે પણ ખાઓ છો, તમારું શરીર તેને સારી રીતે પચાવી લે છે. જેના કારણે વજનનિયંત્રણમાં રહે છે.
સ્વચ્છ અને શુદ્ધ પાણી: માટી અશુદ્ધિઓને શોષવાનું કામ કરે છે. તેથી જ્યારે માટીના વાસણમાં પાણી રાખવામાં આવે છે, ત્યારે તેમાં રહેલી તમામ અશુદ્ધિઓ માટલા દ્વારા સરળતાથી શોષાઈ જાય છે. જેના કારણે પાણીના જરૂરી મિનરલ્સ શરીરને અશુદ્ધિઓ વગર મળી શકે છે.
પાણીનું pH સંતુલન રાખે: ઘડામાં રાખેલા પાણીનું pH લેવલ પરફેક્ટ હોય છે. માટીના એસિડિક તત્વો અને પાણીના તત્વો મળીને યોગ્ય pH સંતુલન બનાવે છે, જે શરીરને ઘણા નુકસાનથી બચાવે છે. તેથી આ કારણોસર પણ ઘડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
શરીર અને હાડકાના દુખાવાથી રાહત: જો શરીરમાં દુખાવો અને સોજો જેવી સમસ્યાઓ વારંવાર પરેશાન કરતી હોય તો તેના માટે માટલાનું પાણી પીવું જોઈએ. માટલાનું પાણી આર્થરાઈટીસ રોગમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતો માને છે કે માટીમાં હાજર બળતરા વિરોધી ગુણો ઘણા પ્રકારના દર્દ અને અસ્વસ્થતાથી રાહત આપે છે.
ગળા માટે સારું: ફ્રિજનું પાણી ખૂબ ઠંડું હોય છે, જેને પીવાથી ગળાનું તાપમાન સંપૂર્ણપણે ઘટી જાય છે. આના કારણે ગળાના કોષોને નુકસાન થાય છે સાથે જ ગળામાં સોજો, ગળામાં ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.
જો તમે પણ ફ્રીજનું પાણી પીતા હોય તો હવેથી માટલાનું પાણી પીવાનું શરુ કરો જેથી તમને અહીં જણાવેલા ફાયદા થઇ શકે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.