શરીરને સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખવા માટે આહાર સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે પરંતુ ઘણા લોકો પુરી અને સારી ઊંઘ લઇ શકતા નથી. ઘણા લોકો સારી ઊંઘ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક લોકો આસપાસના વાતાવરણને સૂવા માટે અનુકૂળ બનાવવા માટે ઘરની લાઈટ પણ બંધ રાખે છે, જ્યારે કેટલાક લોકો સૂતા પહેલા પુસ્તકો વાંચે છે.
પરંતુ તેમ છતાં ઘણા લોકો સારી ઊંઘ આવી શકતી નથી. ઘણા લોકો તણાવને કારણે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, જ્યારે કેટલાક લોકો અન્ય કોઈ બીમારીને કારણે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. પરંતુ સારી ઊંઘ માટે જો તમે ઊંઘતા પહેલા હેલ્ધી ડ્રિંક પી લો તો તે સારી ઊંઘમાં તમને મદદ કરી શકે છે.
ઊંઘતા પહેલા દૂધ અને કાજુને મિક્સ કરીને તૈયાર કરવામાં આવતા ડ્રિન્કનું સેવન કરવાથી ઊંઘ આવવામાં ઘણી મદદ મળી છે. આ ડ્રિન્ક તમને ઊંઘ આપવાની સાથે તમને એનર્જી પણ આપે છે. તો જાણીએ આ ડ્રિંકમાં ખાસ શું છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે.
સારી ઊંઘ માટે દૂધ અને કાજુનું ડ્રિન્ક: જો તમે તહેવારની સિઝન કે વધુ કામ કરીને થાકી ગયા હોય અને સારી ઊંઘ લેવા માંગતા હોવ તો તમે દૂધ અને કાજુની ડ્રિન્ક બનાવી શકો છે જે તમને સારી ઊંઘમાં મદદ કરશે .
દૂધ અને કાજુનું ડ્રિન્ક બનાવવા માટે જરૂરી સામગ્રી: 3 – 4 કાજુ, 1 કપ દૂધ, સ્વાદ પ્રમાણે ખાંડ.
દૂધ અને કાજુનું ડ્રિન્ક કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ 3-4 કાજુ લો અને તેને એક કપ દૂધમાં પલાળી દો. તેને 4-5 કલાક દૂધમાં પલાળવા દો. પલાળેલા કાજુ ને સારી રીતે ક્રશ કરી લો. હવે તેને દૂધના બાઉલમાં નાખો અને તેમાં કાજુ પલાળેલા દૂધ સાથે મિક્સ કરો. તમે તમારા સ્વાદ અનુસાર થોડી ખાંડ પણ ઉમેરી શકો છો.
હવે આ દૂધને થોડીવાર ઉકાળીને હેલ્ધી ડ્રિંક તૈયાર કરો. તો અહીંયા તમારું ડ્રિન્ક તૈયાર છે, તમે તેને ગરમ કે ઠંડુ કોઈપણ રીતે પી શકો છો.
જો તમે સૂતા સમયે આ પીણું પીશો તો તે તમને સારી ઊંઘમાં મદદ કરશે. આ ડ્રિન્ક પીવાથી ઊંઘ સાથે, તમે બીજા દિવસે પણ તાજગી અનુભવશો.
કાજુ ના ફાયદા: કાજુ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, તે ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તે આપણી ત્વચાને ચમકદાર પણ બનાવી શકે છે. કાજુ આપણું પાચન સારું રાખે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.
કાજુ સારી ઊંઘ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે મેલાટોનિન સાથે મેગ્નેશિયમ અને ઝિંક જેવા આવશ્યક ખનિજોથી ભરપૂર છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા સંશોધન પ્રમાણે મેલાટોનિન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા તત્વોનું મિશ્રણ સારી ઊંઘમાં મદદ કરી શકે છે.
તેથી, જો તમને સારી ઊંઘ નથી આવતી, તો તમારે આહારમાં કાજુનો સમાવેશ કરવો જોઈએ. દૂધના ફાયદા: પ્રાચીન સમયથી જ, રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાની પ્રથા ચાલી આવે છે. એવું કહેવાય છે કારણ કે દૂધ પીવાથી સારી ઊંઘની સાથે સ્વાસ્થ્ય સારું રહે છે.
ઘણા અભ્યાસો પ્રમાણે આવા દૂધમાં હાજર ટ્રિપ્ટોફેનને કારણે છે, જે વૃદ્ધોની ઊંઘ લાવવામાં મદદ કરે છે. આની સાથે તેમાં સેરોટોનિન અને મેલાટોનિન હોય છે જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેથી, સૂવાના સમયે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.