દૂધ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે આ માટે દૂધને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. જે નાના થી લઈ મોટી ઉંમરના દરેક વ્યક્તિ પી શકે છે.
તેને પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે. જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. દૂધને શક્તિ શાળી બનાવવા માટે તેમાં કિસમિસ નાખીને પીવાનું છે, જેથી તે માંશપેશીઓ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-ડી જે તત્વો મળી આવે છે આ ઉપરાંત કિસમિસ માં કેલ્શિયમ, આયર્ન, ફાયબર, કોપર, પોટેશિયમ જેવા મહત્વ પૂરાં તત્વોનો સ્ત્રોત મળી આવે છે. દૂધ અને બ્લેક કિસમિસ બંને મિક્સ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો કિસમિસ વાળું દૂધ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
તણાવ ઓછો થાય: આખો દિવસ ઓફિસના કામનું ટેન્શન, ઘરના કામનું ટેન્શન, પારિવારિક ટેન્શન હોવાના કારણે વધારે તણાવ રહેતો હોય છે. આ તણાવને દૂર કરવા માટે દૂધમાં કિસમિસ નાખીને પીવું જોઈએ જે તણાવ ને દૂર કરશે.
મગજને તેજ કરે: વધારે પડતા ગુસ્સા અને તણાવના કારણે મગજ પર સૌથી વધુ અસર થતી હોય છે, આ માટે મગજને શાંત કરવા દૂધ અને કિસમિસ નું સેવન કરી શકાય છે જે મગજની કોશિકાઓને એક્ટિવ અને તેજસ્વી બનાવે છે. મગજની યાદશક્તિ વધવા માટે દૂધ અને કિસમિસ નું આ ડ્રિન્ક ખુબ જ લાભદાયક સાબિત થશે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: રાતે ઊંઘ આવતી ના હોય કે રાતે ઊંઘ માંથી ઉઠી જવાની સમસ્યા હોય તો રોજે રાતે સુવાના પહેલા પી જવાનું છે, આ પીણું નિયમિત પીવાથી સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
હાડકાને મજબૂત બનાવે: આ પીણામાં મળી આવતા બંને માં કેલ્શિયમ અને પ્રોટીન નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવામાં મહત્વનું ભૂમિકા ભજવે છે. તેને નિયમિત પીવાથી હાડકામાં આવતો કડકડ અવાજ, હાડકા નબળા પાડવા, સાંધા ના દુખવા, કમરના દુખાવા ઢીચણ ના દુખાવામાં આરામ મળે છે.
હાથ પગ અને શરીરના દરેક સ્નાયુઓ અને માંશપેશીમાં થતા દુખાવામાં આરામ મળે છે. આ માટે તેનું નિયમિત સેવન કરવાથી હાલત ચાલતા થતા દુખાવા અને વારે વારે લાગતો થાક અને કમજોરી દૂર થાય છે.
પેટ ને સાફ રાખે: તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે આ ઉપરાંત મેટાબોલિઝમ રેટ ને વધારવામાં મદદ કરે છે જેથી ડાયજેશન સિસ્ટમ એક્ટિવ અને તેજ રહે છે.
જેથી જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેને સરળતાથી પચાવે છે. તેનું નિયમિત પણે રાતે પીવામાં આવે તો સવારે ઉઠીને સંડાસ જવાથી આંતરડામાં જમા થયેલ બધો જ મળ દૂર થઈ જશે અને પેટ એકદમ સાફ થશે.
આ ડ્રિન્ક પીવાથી શરીરમાં રહેલ બધો જ કચરો દૂર થાય છે જે શરીરમાં રહેલ ટોક્સિન ને દૂર કરે છે. ગેસ, પેટ ફૂલવું, કબજિયાત, અપચો જેવી પેટને લગતી બીમારી દૂર થાય છે. આ માટે આ ડ્રિન્ક પીવું પેટને ચોખ્ખું રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે.