આપણામાંથી મોટાભાગના લોકો જે દૂધ પીવાનું પસંદ કરે છે તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય ચોક્કસ હોતો નથી તેવા લોકો કોઈ પણ સમયે દિવસમાં દૂધ પી લે છે. રોજિંદા જીવનમાં તમારા આહારમાં દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. દૂધમાં સારા પ્રમાણમાં પોષકતત્વો રહેલા છે.

દૂધમાં પ્રોટીન, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી-2, વિટામિન બી-12, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે જે તમારા આહારની ગુણવત્તા વધારે છે. દૂધ પીવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ યોગ્ય સમાટે દૂધ પીવામાં વધુ ફાયદો મેળવી શકાય છે.

એટલા માટે તંદુરસ્તીની વાત કરવામાં આવે, રાતના સમયે ગાયનું દૂધ પીવાનો યોગ્ય સમય હોવો જોઈએ. આયુર્વિજ્ઞાન પ્રમાણે દૂધમાં નિંદ્રા પ્રેરિત ગુણધર્મો હોય છે અને તે સુપાચ્ય નથી જેના કારણે દૂધ સવારે પીવું યોગ્ય નથી પરંતુ વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે વાત કરીએ તો દૂધ પીવુ એ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્ય અને તમારા શરીરની પાચન ક્રિયા પર આધારિત છે.

તો ચાલો જાણીએ તમારે ક્યારે દૂધનું સેવન કરવું જોઈએ જે તમારી તંદુરસ્તી માટે વધુ ફાયદાકારક સાબિત થાય. સવારે દૂધ પીવાના ફાયદા: સવારે નાસ્તામાં દૂધ પીવાથી તમારા આરોગ્ય ઘણા લાભ થઇ શકે છે. દૂધમાં ઘણા બધા પોષકતત્વો હોય છે જે ઘણીં સમસ્યાઓને દૂર કરે છે.

દૂધમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા નબળા હાડકાને મજબૂત બનાવે છે. આ સાથે દૂધમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન જેવા પોષતતવો રહેલા હોય છે જે તમને આખા દિવસ દરમિયાન એક્ટિવ રહેવામાં મદદ કરે છે.

તમને જણાવીએ કે દૂધને પચવામાં સમય લાગે છે. તેથી જે લોકોની પાચક શક્તિ નબળી છે, તેવા લોકોએ સવારે દૂધ પીધા પછી તેમને દિવસ દરમિયાન પેટ ભારે લાગી શકે છે. આ સાથે નબળી પાચનશક્તિ ધરાવતા લોકોને પેટમાં દુખાવો અને અપચો પણ થઈ શકે છે.

રાત્રે દૂધ પીવાના ફાયદા: જો તમને વધુ ભૂખ લાગે છે અને અનિંદ્રાની સમસ્યા રહે છે તો તમારે રાત્રે દૂધ પીવું જોઈએ. રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી તમારું પેટ આખી રાત ભરાયેલું રહે છે તેથી તમને ભૂખ પણ નહી લાગે. જેથી ભૂખના કારણે રાત્રે તમારી ઉંઘ ઉડશે નહીં અને તમે આરામથી સૂઈ શકો છો.

જો આયુર્વેદની વાત કરીએ તો તેમાં જણાવ્યું છે કે રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને શરીરની માંસપેશીઓમાં પણ આરામ મળે છે, જેના કારણે તમને સારી ઉંઘ આવે છે.

રાત્રે દૂધ પીવામાં ગેરફાયદા: જે લોકોને લેક્ટો ઇનટોલરેંસની સમસ્યા છે કે ઇન્સ્યુલિનની સમસ્યા છે તો તમારે રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. આવા લોકોએ રાત્રે દૂધનું સેવન ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ. કારણ કે જો તમે રાત્રે દૂધ પીવો છો તો તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે.

તો ક્યારે દૂધ પીવું?:  હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે તો દૂધ ક્યારે પીવું, જો તમને જણાવીએ કે હેલ્થલાઇન મુજબ, દૂધ કયા સમયે પીવું જોઈએ જે સ્વસ્થ્ય માટે સારું છે, તે અંગે કોઈ ચોક્ક્સ પ્રમાણ નથી. પરંતુ જો તમારું વજન વધુ છે અને વજન ઓછું કરવું છે અથવા તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા હોય તો વર્કઆઉટ પછી દૂધ પીવું એ શ્રેષ્ઠ સમય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *