આજના સમયમાં મોટાભાગના ઘણા લોકોને સાંઘાના દુખાવા, કમરના દુખાવા ઘુંટણના દુખાવા જેવી સમસ્યા રહેતી હોય છે, જે આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવી જવાના કારણે જોવા મળતી હોય છે, આ બઘી સમસ્યા સૌથી વધુ 55-60 વર્ષ પછી જોવા મળતી હોય છે.
માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેને ખાવાથી ઘૂટણનો દુખાવો, સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, કમરનો દુખાવો જેવી અનેક સમસ્યા ને ચુટકીમાં જ દૂર કરી દેશે અને જરૂરી કેલ્શિયમની કમીને પુરી કરી દેશે.
શરીરમાં થઈ રહેલ કેલ્શિયમી કમીને કારણે થતી સમસ્યા ને દૂર કરવા માટે આ ત્રણ વસ્તુઓને ખાઈ લેવામાં આવે તો હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે છે સાંઘાના દુખાવા, હાથ પગના દુખાવા, હાથમાં ઝનઝનાટી આવવી, ઘુંટણ માં કટકટ અવાજ આવવો, ચાલવામાં અને ઉઠવા બેસવામાં તકલીફ થવી, ઘુંટણના દુખાવામાં ઘરે જ મળી રહેતી આ ત્રણ વસ્તુઓ ખાઈ લેવાની છે.
સફેદ તલ: સફેદ તક હાડકાને મજબૂત બનવાનું માટે ઔષધીય ગુણ મળી આવે છે, સફેદ તલમાં કેલ્શિયમ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મહત્વ પૂરાં તત્વોનો સ્ત્રોત મળી આવે છે, શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે આપણે સફેદ તલને મિક્સર જારમાં પીસીને અચકચરા પાવડર જેવું બનાવી દેવાનું છે, ત્યાર પછી સવારે ખાલી પેટ સફેદ તલના પાવડરની એક ચમચી ખાઈ લેવાની છે અને તેની ઉપરથી હૂંફાળું ગરમ પાણી પી જવાનું છે.
ત્યાર પછી એક કલાક સુઘી કઈ પણ ખાવું નહીં. આ રીતે તલનું સેવન રોજે કરવાથી કેલ્શિયમની કમી પુરી થઈ જશે અને શરીરના ગમે તેવા દુખાવા હશે તે દૂર થઈ જશે અને 70 વર્ષની ઉંમર પછી પણ શરીરમાં કેલ્શિયમ ઓછું નહીં થાય. તલમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે કેન્સર ના ફેલાતા કોષોને અટકાવે છે અને કેન્સર સામે રક્ષણ આપે છે.
દેશી ગોળ અને ચણા: એક ટુકડો દેશી ગોળ અને શેકેલા ચણા આ બને વસ્તુ સાથે ખાવાની છે, ત્યાર પછી તેની ઉપરથી એક ગ્લાસ જેટલું ગરમ હૂંફાળું દૂઘ પી જવાનું છે, જો તમે આ ઉપાય સતત બે મહિના કરસંઘો તો સાંઘાના ગમેતેવા દુખાવાને ગાયબ કરી દેશે, કારણકે આ ત્રણે વસ્તુમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે.
સાથે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે જે શરીરને મજબૂત અને તાકાતવર બનાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત સ્નાયુનું કમજોરી, હાડકાની કમજોરી ને દૂર કરી દેશે, વર્ષો જુના શરીરમાં સાંઘાના દુખાવા હશે તો તેને પણ દૂર કરી દેશે. આ ઉપરાંત શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા પણ આપશે.
મેથીના દાણા: રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા નાખીને આખી રાત રહેવા દેવાનું છે, ત્યાર પછી સવારે ખાલી પેટ મેથીના દાણા નીકાળી ચાવી ચાવીને ખાઈ લેવાના છે ત્યાર પછી ઉપરથી તે પાણી પણ પી જવું, આ મેથી દાણા ખાવાથી સાંઘા દુખાવામાં રાહત મળશે.
જો તમે પણ સાંઘાના દુખાવા, કમરના દુખાવા, હાથ પગના દુખાવા, ઢીચણના દુખાવા, હાડકામાં આવતો કડકડ અવાજ જેવી સમસ્યા હોય તો દર એક એક મહિનો એક એક વસ્તુનો ઉપયોગ કરી લેવાનો છે, જેમ કે પહેલા મહીને સફેદ તલનો ઉપયોગ કરવો, બીજા મહીને દેશી ગોળ અને ચણા સાથે ગરમ દૂઘ અને ત્રીજા મહીને મેથીદાણા ખાવા. આવી રીતે આ વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો શરીરમાં કયારેય સાંઘાના દુખાવાની સમસ્યા નહીં થાય.