દરરોજ ફળોનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી હશે તો કોઈ પણ રોગ આપણાથી દૂર રહેશે. માટે આપણે દરરોજ ફળો નું સેવન કરવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. દરેક સીઝનમાં અલગ અલગ ફળો આવતા હોય છે.
અમુક ફળોમાં એટલા બઘા પોષક તત્વો મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. દરેક વ્યક્તિને કોઈ પણ કામ કરવા માટે શક્તિ ની જરૂર પડે છે. માટે શરીરમાં શક્તિ મેળવવા માટે આજે અમે તમને એવા કેટલાક ફળો વિશે જણાવીશું જે તમે ખાઈ લેશો તો તમારા શરીરમાં ખુબ જ શકતી મળી રહેશે.
તો ચાલો જાણીએ તે ફળો વિશે વધુ માહિતી. 1.ફણસ: આ એક એવું ફળ છે જેમાં વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, રિબોફ્લેવિન, આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. જેને ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.
ફણસ નું સેવન કરવાથી હદય ને લગતી સમસ્યા દૂર થાય છે. હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીએ ફણસ નું સેવન નિયમિત કરવું જોઈએ. જેથી તે કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
2.બીટ: બીટનું સેવન કરવાથી લોહીની ઉણપ કાયમ માટે દૂર કરવામાં મદદ કરે છે. માટે લોહી ઓછું હોય તો માત્ર 15 દિવસ બીટનું સેવન કરવાથી લોહીમાં વઘારો થાય છે. તમે બીટને સલાડ અથવા તેનો જ્યુસ બનાવીને સેવન કરી શકો છો.
3.જામફળ: જામફળ શિયાળાની ઋતુમાં ખુબ જ સરળતાથી મળી રહે છે. જામફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન-એ આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત શારીરિક શક્તિ વઘારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
4.આમળા: આમળામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન-સી મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી શરીરને શક્તિ પ્રદાન કરે છે. જે અનેક રોગ સામે લડવાની ક્ષમતા રાખે છે. આ ઉપરાંત તેનો રસ પીવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરો સુંદર થાય છે.
5.કેળા: દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળા દરેક ઋતુમાં આસાનીથી મળી રહે છે. કેળામાં ભરપૂર પૌષ્ટિક તત્વો આવેલ છે. જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. પાકા કેળાનું સેવન કરવાથી શરીર ને મજબૂત કરવાનું કામ કરે છે.
કેળા ની સાથે દૂઘનું સેવન કરવાથી કેલ્શિયમ ની ઉણપ કાયમ માટે દૂર થાય છે. જેથી હાડકાના કે સ્નાયુના દુખાવા દૂર કરવામાં મદદરૂપ થાય છે. માટે દરરોજ એક પાકા કેળાનું સેવન કરવું જેથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહેશે.