આજે અમે તમને એક એવા પીણાં વિશે વાત કરીશું એનું સેવન તમે રાત્રે જમ્યા પછી એનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક ફાયદા થઈ શકે છે. દરરોજ સેવન કરવાથી પાચન ક્રિયા માં સુધારો થાય છે.
આપણે એ પીણાં ની વાત કરવાના છીએ તે પીણાંનું નામ છે એલચી નું પીણું. આ પીણાંનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થાય છે.
એલચીનો ઉપયોગ આપણે ભોજનનો સ્વાદ વઘારવા માટે કરવામાં આવે છે. માટે તમે જમ્યા પછી આ પીણાં નું સેવન કરવાથી અનેક ફાયદા થશે. તો ચાલો જાણીએ પીણાં ના ફાયદા વિશે વધુ માહિતી.
એલચીનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા એક પેન માં એક લીટર પાણી લેવાનું છે, તેમાં 5-6 ઈલાયચી ફોલીને પાણીમાં નાખીને આખો દિવસ પલાળી રાખો, ત્યારબાદ તે પાણીને રાત્રે ગરમ કરી લેવાનું, થોડું ઠંડુ થાય ત્યારબાદ તે પાણી ને પી જવું. જમ્યા બાદ આ પીણાંનું સેવન કરવું.
એલચીના પીણાંના ફાયદા : કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે : એલચી માં વધારે પ્રમાણમાં ફાયબર આવેલ હોય છે એના કારણે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદ રૂપ સાબિત થાય છે. તેના સેવનથી શરીરમાં લોહીને પાતરું કરવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી લોહીની ગાંઠો થવાની સંભાવના નહિવત થઈ જાય છે.
બ્લડ શુગરને કંટ્રોલ કરે : એલચીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ આ પીણુ જમ્યા પછી અવશ્ય પીવુ. આ પીણુ ડાયબીટીસ ને નિયંત્રણ કરવામા સક્ષમ છે.
પાચન ક્રિયા સુધારે : જમ્યા પછી એલચીનુ આ પીણુ પીવાથી પાચન ક્રિયા મા સુધારો કરે છે. અપચો, ગેસ જેવી પેટ ને લગતી અનેક સમસ્યાઓ દૂર કરે છે. આના સેવનથી પેટ સાફ રહે છે. પાચન તંત્રને મજબૂત થાય છે.
વજન ધટાડવા : એલચી મા રહેલ પોષક તત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રા હોવાથી વધારાની ચરબી ને દૂર કરવામા મદદ રૂપ સાબિત થાય છે. જેથી દરરોજ જમ્યા પછી આ પીણુ પીવાથી વજન ઝડપ થી ઉતરે છે. માટે આ પીણુ ખૂબ ઉપયોગી છે.
જો તમને પણ આ માથી કોઈ પણ સમસ્યા હોય તો તમે પણ રાત્રે સુતા પહેલા આ પીણુ પી જવુ. આ પીણુ આપના માટે ખુબ ફાયદાકારક સાબિત થશે.