દૂઘ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે, આ માટે નાના મોટા દરેક વ્યક્તિએ રોજે એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. દૂઘ પીવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને મજબૂત બની રહે છે.
મોટાભાગના ઘણા લોકો દૂધ પિતા હશે પરંતુ એ લોકોએ ક્યારે આ વસ્તુ દૂધમાં મિસ્ક કરીને ક્યારેય નહીં પીધું હોય, પરંતુ જો વ્યક્તિ દૂધમાં બે દાણા આ વસ્તુ મિસ્ક કરીને પીવે તો તેમના શરીરમાં આશ્ચર્ય જનક ફાયદાઓ જોવા મળશે.
દૂઘ માં જે વસ્તુ મિક્સ કરીને પીવાની છે તે વસ્તુ ઈલાયચી છે. ઇલાયચીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદાઓ આપે છે. આ માટે નિષ્ણાત દ્વારા તેને દૂધ સાથે લેવાની સલાહ પણ આપવામાં આવે છે.
દૂઘમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ડી, વિટામિન-કે, વિટામિન-ઈ મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે આ ઉપરાંત ઈલાયચીમાં ફાયબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત આવેલ છે. આ માટે દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદો થાય છે, હવે ઈલાયચી વાળું દૂધ પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
દૂધમાં ઈલાયચી ના બે દાણા મિક્સ કરીને પીવામાં આવે તો તે હાડકા માટે ખુબ જ ફાયદો આપે છે, તે કમજોર પડી ગયેલ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાને જરૂરીન કેલ્શિયમ પૂરું પાડે છે જેથી હાડકા સંબધિત અને સાંધા ના દુખાવાની સમસ્યામાં ઘણી રાહત આપે છે.
ઈલાયચી વાળા દૂધમાં ડાયટરી ફાયબર મળી આવે છે જે પાચનતંત્ર ને સુધારવામાં મદદ કરે છે, જો કોઈ વ્યક્તિને ખોરાક પચતો ના હોય ડાયજેશન સારું ના થતું હોય જેના કારણે કબજિયાત, અપચો અને એસિડિટી થાય છે તેવા લોકો માટે દૂધ માં ઇલાયચી મિક્સ કરીને પીવાથી સમસ્યાઓ દૂર થાય છે.
શરીરમાં અવાર નવાર વાતાવરણમાં બદલાવ અને ખાવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે શરીરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તો નિયમિત્ત પણે રોજે દૂધમાં બે દાણા ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરમાં બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક રોગોથી બચાવી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
શરદી, ખાંસી અને ફ્લૂની સમસ્યામાં પણ ઘણી રાહત આપવાનું કામ કરે છે. શરીરમાં અવાર નવાર બ્લડ પ્રેશર વધી જાય છે તેવા લોકોએ ઈલાયચી વાળું દૂધ પીવાથી બ્લડપ્રેશર નિયત્રંણમાં રહે છે.શરીરમાં લોહીની કમી હોય લોહી શુદ્ધ કરવું હોય ઓ ઈલાયચી વાળું દૂધ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
દૂધ અને ઈલાયચીમાં ખુબ જ સારી માત્તરમાં પોષક તત્વો મળી આવે છે જે ત્વચા ને નિખાર લાવવા અને ત્વચાને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે, ચહેરા પર થતા ખીલ અને ફોલ્લીઓ ની સમસ્યાને દૂર કરી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવે છે.
આ પીણું પીવાથી લોહીનો પ્રવાહ વધે અને શરીરમાં દરેક અંગોને લોહી સરળતાથી પહોંચે છે જેના કારણે શરીરમાં લોહી જાડું અને ગંઠાઈ જવાની સમસ્યાને ઉત્પન્ન થતા અટકાવે છે અને શરીરની દરેક નસો ને ખુલ્લી રાખવામાં મદદ કરે છે શરીરની કોઈ પણ બ્લોક નસો થતા અટકે છે અને હૃદય સંબધિત અનેક બીમારીના જોખમ થી બચાવે છે.