ઇન્ટરનેટના યુગમાં અનિદ્રા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો મોડી રાત સુધી મોબાઈલ કરે છે. મોબાઈલમાંથી નીકળતા વાદળી કિરણો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. જેના કારણે અનિદ્રાની સમસ્યા થાય છે. આ સિવાય તણાવમાં રહેવાથી પણ રાતની ઊંઘ આવતી નથી. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે રાત્રે સૂવાના એક કલાક પહેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ બંધ કરી દો. આ સાથે જ સૂવાના બે કલાક પહેલા રાત્રિભોજન કરો. સૂવાના સમયે કેફીનયુક્ત પીણાં લેવાનું ટાળો. દારૂ અને ધૂમ્રપાનનું સેવન પણ ટાળો.
આ નિયમોનું પાલન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે તમે એલચીના દૂધનું સેવન પણ કરી શકો છો. આ દૂધનું સેવન કરવાથી અનિદ્રામાં તરત આરામ મળે છે. તો આવો જાણીએ.
એલચી :એલચીનો ઉપયોગ રસોડામાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તેમાં ઘણા જરૂરી ઔષધીય ગુણો જોવા મળે છે. દૂધ સાથે મળીને આ જરૂરી પોષક તત્વો તણાવ, ચિંતા અને અનિદ્રાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એલચી સાથે દૂધ પીવાથી મેટાબોલિક રેટ પણ સુધરે છે.
એલચીનું દૂધ પુરુષો માટે ફાયદાકારક છે. તેનાથી યૌન શક્તિ પણ વધે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ માટે એક ગ્લાસ નવશેકા દૂધમાં બે ઈલાયચી મિક્સ કરો અને રોજ સૂતા પહેલા તેનું સેવન કરો. તેના સેવનથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે: એક સંશોધનમાં સામે આવ્યું છે કે એલચીનું સેવન વધતા સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ માટે દરરોજ 3 ગ્રામ એલચી ખાવાની સલાહ આપવામાં આવી છે. ડાયાબિટીસના દર્દીઓ રાત્રે સૂતી વખતે પણ એલચીના દૂધનું સેવન કરી શકે છે. આ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
જો તમે ફ્રૂટ ખાવાના શોખીન છે તો રાત્રે સુવાના એક કલાક પહેલા 2 કીવી ખાઓ, જો તમે ઇચ્છો તો દરરોજ ખાઈ શકો છો, કીવીમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે તાણ ઘટાડે છે અને ઊંઘ આવવામાં મદદ કરે છે.