કોઈ પણ માણસને જો આંખ ન હોય તો તે આ કલરફુલ દુનિયાને જોઈ શકતો નહીં. આંખોને ભગવાનની ભેટ માનવામાં આવે છે, કારણ કે તે શરીરના સૌથી નાજુક અંગોમાંથી એક છે, તેથી તેની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. આંખોને ઈજા, સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી બચાવવાની સાથે તેમને આંતરિક શક્તિ પ્રદાન કરવી પણ જરૂરી છે.

આપણે બાહ્ય સુરક્ષાની સાથે સાથે આંખોના આંતરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આંખોના આંતરિક સ્વાસ્થ્યમાટે આપણા આહારની વિશેષ ભૂમિકા છે. દરરોજ આપણે જાણી-અજાણ્યે એવી ઘણી વસ્તુઓનું સેવન કરતા રહીએ છીએ જે આંખો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

ઘણી વસ્તુઓનું લાંબા ગાળાના સેવનથી પણ તમારી રોશની ઓછી થઈ શકે છે. ઘણા અભ્યાસોમાં પ્રમાણે શરીરના અન્ય ભાગોની જેમ આંખોને પણ યોગ્ય પોષણની જરૂર છે. આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામીન A, E, Cની સાથે ઓમેગા-3 ફેટી એસિડનો ખોરાકમાં સમાવેશ કરવો જરૂરી છે.

તો ચાલો જાણીએ આંખો માટે કઈ વસ્તુઓ હાનિકારક માનવામાં આવે છે અને કેમ આ વસ્તુઓથી દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. આંખ માટે જંક ફૂડ્સ હાનિકારક છે: આપણામાંથી ઘણા લોકો જંક ફૂડ્સ અને બહારનું ખાવાના ખુબજ શોખીન હોય છે. પરંતુ તમને જણાવીએ કે જંક ફૂડ માત્ર શરીરનું વજન જ વધારતું નથી, પરંતુ તેનું વધુ પડતું સેવન તમારી આંખો માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે.

ચિપ્સ, કૂકીઝ અને કેન્ડી જેવા નાસ્તાના ખોરાકનો વધુ પડતો વપરાશ શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. આ વસ્તુઓમાં બિનઆરોગ્યપ્રદ ચરબી ઉપરાંત, મીઠું અને ખાંડનું વધુ પ્રમાણ શરીરના અંગો અને રુધિરાભિસરણ તંત્રને અસર કરે છે, જેનાથી આંખોમાં લોહી અને ઓક્સિજનના પ્રવાહમાં અવરોધ આવે છે. આથી બને તેમ જંક ફૂડથી દૂર રહેવું જોઈએ.

ઠંડા પીણાં અથવા કોલ્ડડ્રીંક: ઉનાળાની શરૂઆત થતા જ લોકો શરીરને અંદરથી ઠંડક મળે તે માટે ઠંડા પીણાં નું ભરપૂર સેવન કરતા હોય છે. દરેક લોકોની ઉનાળામાં પહેલી પસંદ ઠંડા પીણા અને સોડા હોય છે. ઠંડા પીણાં શરીરને તાજગી આપે છે જેનો અનુભવ તમને તરત જ થાય છે. પરંતુ વધુ પડતું ઠંડા પીણાં કે કોલ્ડડ્રીંક નું સેવન શરીર માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે.

ઠંડા પીણામાં ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે, જે બ્લડ શુગરને વધારે છે. આવા પીણાંનું સેવન હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી શકે છે. આ સ્થિતિ તમારી આંખો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.

તળેલી વસ્તુઓ: આજના સમયમાં લોકો ઘરનો ખોરાક ઓછો પસંદ કરી બહારનું તળેલું, તીખું ખાવાનું વધુ પસંદ કરે છે. તળેલી વસ્તુઓ જેમ કે પકોડા, સમોસા વગેરે. જો તમે પણ તેવા લોકોમાંથી છો તો તમારે બહારનું તળેલું ખાવાનું ઓછું કરવું જોઈએ કારણકે આ તમારી આંખો માટે નુકશાનકારક હોઈ શકે છે.

તળેલા ખોરાકમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલિઅનસેચુરેટ ચરબી વધુ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. પરિણામે આંખોને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ચરબીયુક્ત ખોરાકનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

આંખોને સ્વસ્થ રાખવા શું ખાવું? આંખોની રોશની જાળવવા અને તેને લગતી અનેક બીમારીઓથી બચવા માટે આહારમાં વધુને વધુ સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો. ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો , ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક, બદામ વગેરેનું સેવન તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ‘

આથી બહારનું તળેલું, ઠંડા પીણાં વગેરે બંધ કરી તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *