સ્કિન એ ખુબ જ કોમળ અને નાજુક હોય છે જેને કાળજીપૂર્વક ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, પરંતુ આજના સમયમાં દરેક મહિલાઓ પોતાની સ્કિન સાથે ચેડા કરી રહ્યા છે, જેના કારણે તેમની ત્વચા ફિક્કી પડી જતી હોય છે. જેના કારણે ચહેરા પર ખીલ, ફોલ્લીઓ વગેરે થવાનું ચાલુ થાય છે, આ માટે આપણે ખુદ જ જવાબદાર છે,
કારણકે આપણે ચહેરાને સુંદર બનાવવા અને ખીલ, ફોલ્લીઓ દૂર કરવા માટે બજારમાં મળતી ક્રીમ અને દવાઓનો વધુ ઉપયોગ કરતા રહીએ છે, અત્યારે ચાલી રહેલ ઉનાળાની ગરમીમાં આપણા શરીર અને ચહેરા પર ખુબ જ પરસેવો થતો હોય છે, તેવામાં સૂર્ય પ્રકાશના કિરણો અને ધુળમાટી અને ધુમાડાના રજકણો ચહેરા પર ચોંટી જાય છે,
જેના કારણે આપણી ત્વચા ના છિદ્રો ખુલતા નથી અને ત્વચા ડ્રાય અને સૂકી પાડવા લાગે છે, જેથી ચહેરા પર ખીલ, ફોલ્લીઓ અને પીપલ્સની સમસ્યા થતી હોય છે. જેના કારણે કાળા ડાઘ પણ પડતા હોય છે.
કોમળ જેવા નાજુક ચહેરાને ખીલ અને પિમ્પલ્સ વગરનો કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવાથી ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે. આ માટે આજે અમે તમને કેટલાક નુસખા જણાવીશું. જે ચહેરાને સુંદર, મુલાયમ અને ચમકદાર બનાવશે.
ગ્રીન ટી આઈસક્યુબ: ચહેરાને જીવંત બનાવી રાખવા અને તેના બંઘ થઈ ગયેલ છિદ્રોને ખોલવામાં ખુબ જ અસરકારક છે, આ માટે આપણે સૌથી પહેલા તો આઈસક્યુબ બનાવવો પડશે, આ માટે સૌથી પહેલા તો તમારે એક કપ જેટલી ગ્રીન-ટી બનાવવાની છે.
ત્યાર પછી તે ગ્રીન-ટી ઠંડી થઈ જાય ત્યારે તેને એક આઈસ ટ્રેમાં નાખીને ફ્રીઝરમાં મૂકી દેવાની છે, જયારે તે એકદમ આઈસક્યુબ(બરફ) થઈ જાય ત્યારે તેનથી ચહેરા પર 5 થી 10 મિનિટ મસાજ કરવાની છે, આ રીતે મસાજ દિવસમાં બે વખત કરવાની છે, આ આ ગ્રીન-ટી માં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે ખીલ, પિમ્પલ્સ, ફોલ્લીઓ,આ ને ડાઘ ને ખુબ જ આસાનીથી નીકાળી દેશે જેથી ચહેરો સુંદર આજે ચમકદાર બની જશે.
મેથીના દાણાની પેસ્ટનો ઉપયોગ: આ પેસ્ટ બનાવવા માટે આપણે મેથીના દાણાને 7 થી 8 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના છે, ત્યાર પછી તે મેથીના દાણા ને મિક્સર માં પીસીને પેસ્ટ તૈયાર કરી લો, અને તેને એક બાઉલમાં નીકાળી લો, હવે તેમાં ગુલાબજળ ઉમેરીને બરાબર હલાવી લો,
ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી 5 મિનિટ મસાજ કરો, હવે તેને 15 -20 મિનિટ માટે સુકાવવા દો, સુકાઈ જાય ત્યારે ચહેરાને સાદા પાણી વડે ઘોઈ લેવાનો છે. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડીયામાં બેઠી ત્રણ વખત કરવાથી ચહેરા પર કુદરતી ચમક આવશે અને ચહેરા પરના ખીલ, ડાઘ અને ફોલ્લીઓ દૂર થઈ જશે.
જેથી ચહેરો સુંદર બ્યુટી પાર્લર કરતા પણ વધારે સુંદર દેખાવા લાગશે, આ ઉપાય 50 વર્ષની ઉંમરે પણ જવાન અને ખુબસુરત બનાવી દેશે.