કોઈ પણ વ્યક્તિની સુંદરતા તેના ચહેરા પરથી નક્કી થતી હોય છે. અને એટલા માટે જ સ્ત્રીઓ પુરુષો કરતા વધુ ચહેરાની સંભાળ રાખે છે. પરંતુ આજકાલ ઘણા લોકોમાં ઉંમર વધતા પહેલા જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. વાસ્તવમાં, આ સમસ્યા ખોટો આહાર, વધુ પડતો તણાવ વગેરેને કારણે થાય છે.
આવી સ્થિતિમાં, જો ત્વચાની યોગ્ય કાળજી લેવામાં આવે તો તમે કરચલીઓથી છુટકારો મેળવી શકો છો. ઘણા લોકો કરચલીઓ ઘટાડવા માટે મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે, જે ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે.
ત્વચાની કરચલીઓથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ તમારા ચહેરા પરની કરચલીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ ઉપાય વિષે.
ચણા દાળ અને એલોવેરા : ચહેરા પરની કરચલીઓથી રાહત મેળવવા માટે ચણાની દાળની પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
કેળાની પેસ્ટ : કેળા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે પાકેલા કેળાના ટુકડા કરી લો. ત્યારબાદ તેને સારી રીતે મેશ કરી લો. પેસ્ટ તૈયાર થઇ ગયા પછી તે પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. 10 થી 12 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
ઇંડા જરદી અને ટામેટા : આ માટે સૌથી પહેલા ઇંડા જરદીમાં ટામેટાંનો રસ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડી વાર પછી ચહેરાને પાણીથી ધોઈ લો. આ ઉપાય કરચલીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે.
કાકડીનો રસ લગાવો : કાકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કાકડીનો રસ ચહેરા પર લગાવી શકો છો. તમે ઇચ્છો તો કાકડી અને ટામેટાંનો રસ પણ ત્વચા પર લગાવી શકો છો. તેનાથી તમારી કરચલીઓ ઓછી થઈ શકે છે.
ચહેરા પર મુલતાની માટી લગાવો : મુલતાની માટીનો આ પ્રયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. આ માટે પાણીની મદદથી મુલતાની માટીની પેસ્ટ બનાવો, હવે તેને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી ધોઈ લો. તે ત્વચાને કડક બનાવે છે અને કરચલીઓ પણ ઓછી કરે છે.
ઓલિવ ઓઈલથી ત્વચાની માલિશ કરો : આ તેલથી ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ ઓછી થઈ શકે છે. તમે રાત્રે સૂતા પહેલા આ તેલથી ચહેરા પર મસાજ કરી શકો છો.