શું તમે મહિનામાં એકવાર ફેશિયલ કરાવો છો? તમને લાગતું હશે કે ફેશિયલ એ આપણી ત્વચા સંભાળની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ દરેક લોકો આ વિષે જાણતા હોતા નથી. આપણામાંથી મોટાભાગના લોકોને લગ્ન સમયે જ ફેશિયલ કરાવે છે કારણ કે ફેશિયલ ત્વચાને તાજગી આપે છે અને ત્વચામાં છુપાયેલી અશુદ્ધિઓને દૂર કરે છે.
જો કે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને એવા ઘણા પરિબળો હોય છે, જે આપણી ત્વચાના સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરે છે. તમારા શરીરમાં હોર્મોન્સ, ત્વચાની કન્ડિશન, તમારી ઉંમર, આરોગ્ય અને તણાવ એવી કેટલીક સ્થિતિઓ છે જે દરેકની ત્વચાને અસર કરે છે.
તમને જણાવીએ કે આપણી ત્વચા 4 થી 5 અઠવાડિયા પછી તેનો રંગ બદલે છે. જો તમને ઉદાહરણ આપીને સમજાવીએ તો 19 થી 21 વયની વર્ષની ઉંમરે, આ પ્રક્રિયા 14-21 દિવસમાં થાય છે, જ્યારે આપણી ઉંમર 30 વર્ષ સુધી પહોંચતા, આ પ્રક્રિયા 28 દિવસની થઈ જાય છે.
જેમ જેમ આપણે 40 વર્ષની ઉંમરે પહોંચીએ છીએ, તેમ આ પ્રક્રિયા 40 થી 55 દિવસ સુધી પહોંચે છે. જેમ જેમ આપણી ઉંમર ધીરે ધીરે વધે છે તેમ તેમ આ પ્રક્રિયા લાંબી થતી જાય છે. હવે તમને જણાવીએ કે શા માટે ફેશિયલ જરૂરી છે.
જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણી ત્વચાની સપાટી પર મૃત કોષો એકઠા થવા લાગે છે, જેના કારણે કરચલીઓ, ઝીણી રેખાઓ અને ચહેરાની ત્વચા સંકોચવા લાગે છે. આ સાથે ચહેરા પર બેક્ટેરિયા જમા થવાને કારણે ખીલ અને ફોલ્લીઓ થવા લાગે છે.
ચહેરાની ત્વચાના ફીકી પડવાનું કારણ એ છે કે તમારી ત્વચાની નીચે કોષો જમા થાય છે, જે તમારા રંગને બગાડી શકે છે. આવી સ્થિતિમાં ત્વચા માટે યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ બની જાય છે.
જ્યારે તમે ફેશિયલ વડે તમારી ત્વચા સંભાળની દિનચર્યા સુધારવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારે શ્રેષ્ઠ પરિણામો માટે આશરે 5 થી 15 અઠવાડિયા રાહ જોવી પડી શકે છે. ફેશિયલ કરવાથી તમારી ત્વચાના કોષોને તેમના સ્વાસ્થ્ય, સ્થિતિ અને રંગ બદલવાની એક તક મળે છે.
ફેશિયલ થી તમારી ત્વચામાં નવા કોષો બનવા લાગે છે, ત્યારે તમારી ત્વચા નરમ લાગે છે અને તમે વધુ ચમકદાર દેખાવ છો. જો તમે દર 30 દિવસે ફેશિયલ કરાવો છો, તો તમારી ત્વચા નરમ અને વધુ જુવાન દેખાય છે.
હવે જાણીએ ફેશિયલના કેટલાક ફાયદાઓ વિષે: 1) જો તમે ફેશિયલ કરવો છો તો તમે જાણતા હશો કે ફેશિયલ કર્યા પછી તરત જ તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર દેખાય છે. 2) ફેશિયલના 48-72 કલાક પછી તમારી ત્વચા હાઇડ્રેટેડ રહે છે, કારણ કે તે દરમિયાન રક્ત પરિભ્રમણ વધે છે.
3) ફેશિયલ ના 28-48 દિવસ પછી, કોશિકાઓ ફરીથી બનવા લાગે છે અને આ સમય દરમિયાન ફરીથી ફેશિયલ લેવાથી વધુ ફાયદો થાય છે. 4) 4 થી 6 અઠવાડિયા પછી, ત્વચાના મૃત કોષોને દૂર કરવા અને અશુદ્ધિઓ દૂર કરવા માટે જરૂરથી ફેશિયલ કરાવો.
ત્વચાને સ્વચ્છ અને સાફ રાખવા: જો તમે ઇચ્છો છો કે તમારી ત્વચા વધુ સુંદર, સારી, કોમળ અને જુવાન દેખાય, તો તમારે મહિનામાં એકવાર ફેશિયલ કરાવવું જ જોઇએ તમે 30 દિવસ પછી ફેશિયલ કરાવી શકો છો. આમ કરવાથી તમારા ચહેરા પર ખીલની સમસ્યા ઓછી થઇ જાય અને તમારી ત્વચા બેક્ટેરિયાથી પણ દૂર રહે છે.
આ સાથે ફેશિયલ થી ચહેરા પરના નિસ્તેજ ત્વચાના કોષો દૂર થાય છે અને તમે અકાળ વૃદ્ધત્વથી બચી શકો છો. જો તમે ફેશિયલ વિષે આ માહિતીથી અજાણ હતા તો અમે આશા રાખીએ છીએ કે તમને આ અમારી માહિતી પસંદ આવી હશે.