આ લેખમાં તમને જમ્યા પછી એક ચમચી વરીયાળી ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું. આમ તો વરિયાળીના ફાયદા વિશે આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં વપરાતી આ નાની વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી.

કારણ કે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો આપવા સાથે, વરિયાળી તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ આયુર્વેદ અને સંશોધન અનુસાર વરિયાળીના બીજ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

આયુર્વેદ અનુસાર વરિયાળીના દાણા ચાવવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. ઉપરાંત, તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય પેટમાં ગેસ, એસિડિટી, ખાટી ઓડકાર અને પાચનમાં તકલીફ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. દરરોજ યોગ્ય માત્રામાં વરિયાળીનો ઉપયોગ કરવાથી તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

હૃદય: નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, વરિયાળીમાં ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબજ મદદ કરે છે. તેમાં જોવા મળતા ફાઈબર કોલેસ્ટ્રોલ જેવા હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે.

કેન્સર: સ્વાસ્થ્ય લાભો આપવાની સાથે સાથે વરિયાળી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે. ટેસ્ટિંગ અને એનિમલ સ્ટડીઝના 2011ના રિપોર્ટ અનુસાર, વરિયાળીમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે. કારણ કે વરિયાળીમાં એનેથોલ કમ્પાઉન્ડ જોવા મળે છે. જેમાં કેન્સર સામે લડવાના ગુણો જોવા મળે છે.

આંખોની રોશની: નાની ઉંમરમાં થતી આંખોની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ વરિયાળી ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. વરિયાળીમાં રહેલું વિટામીન-એ અને વિટામીન-સી આંખોની રોશની સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વરિયાળીનું સેવન વૃદ્ધાવસ્થામાં પણ તમારી દૃષ્ટિને અસર થતી અટકાવી શકે છે.

અસ્થમા અને શ્વાસની સમસ્યાઓ: ઇજિપ્તના એક સંશોધન મુજબ સદીઓથી વરિયાળીનો ઉપયોગ શ્વાસની તકલીફમાં રાહત આપવા માટે કરવામાં આવે છે. તે શ્વાસનળીના માર્ગોને સાફ કરે છે અને શ્વાસની ક્રિયાને જાળવી રાખે છે. વરિયાળીમાં જોવા મળતા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અસ્થમા માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.

બ્લડ પ્રેશર: વરિયાળીનો ઉપયોગ બ્લડપ્રેશરને સંતુલિત રાખવા માટે પણ કરવામાં આવે છે. જર્નલ ઑફ ફૂડ સાયન્સમાં પ્રકાશિત 2012 ના અહેવાલ મુજબ, વરિયાળીના બીજ ચાવવાથી તમારી લાળમાં પાચક ઉત્સેચકોનું પ્રમાણ વધે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

વજન ઘટાડવા: વરિયાળીનો ઉપયોગ લાંબા સમયથી વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. તમારા આહારમાં વરિયાળીનો ઉપયોગ કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું લાગે છે. તેમજ યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી વધુ પડતું વજન ઓછું કરવામાં મદદ મળે

કોલેસ્ટ્રોલ: વરિયાળીમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તમને જણાવીએ કે ફાઈબર કોલેસ્ટ્રોલને લોહીમાં ઓગળતા અટકાવે છે અને આ રીતે હૃદયની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

મગજ: વરિયાળીમાં વિટામિન-ઇ અને વિટામિન-સી મળી આવે છે. જેમાં વિટામિન-સી ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે, જે વૃદ્ધત્વમાં મગજની સમસ્યાઓને ઘણી હદ સુધી ઘટાડી શકે છે . જયારે વિટામિન-ઇ એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે અને ઓક્સિડેટીવ તણાવ થી કોષોને થતા નુકસાનને અટકાવી શકે છે.

કબજિયાત: અનિયમિત દિનચર્યા અને ખાનપાનને કારણે કબજિયાતની સમસ્યા સામાન્ય થઈ જાય છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર વરિયાળી કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. વરિયાળીનો ઉકાળો પીવાથી કબજિયાતથી ઘણી હદ સુધી છુટકારો મળે છે.

જો તમે પણ જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઓ છો તો તમને પણ અહીંયા જણાવેલા ફાયદા થઇ શકે છે. માહિતી સારી લાગે તો આગળ મોકલો અને આવી જ માહિતી વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *