આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મેથી જે આપણા ભોજનનો એક ભાગ છે. મેથી સ્વાદે કડવી હોય છે પરંતુ તેને એક આયુર્વેદિક જડીબુટ્ટી તરીકે માનવામાં આવે છે. લગભગ દરેક ના ઘરે મેથી સરળતાથી મળી રહે છે. ભોજનમાં મેથીના દાણા નાખવાથી ભોજનનો સ્વાદ વધે છે. સાથે સાથે મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

મેથીમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે જેના દ્વારા આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે. મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય ​​છે. હવે જાણીએ મેથી ખાવાના ફાયદા વિષે.

શુગર લેવલને કંટ્રોલ કરે: આજના સમયમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટી છે. જો ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માંગતા હોય તો રોજ ખાલી પેટ મેથી પલાળીને તેનું સેવન કરવું જોઈએ. મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

હાડકાને મજબૂત કરે: પલાડેલી મેથી તમારા હાડકા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત કરે છે સાથે જ મેથી શરીરમાં થતા દરેક પ્રકારના દુખાવાને દૂર કરી રાહત આપે છે.

વધતા વજનને કંટ્રોલ કરે : જે લોકોનું વજન વધી ગયું છે અને દવાઓ ખાધા વગર કંટ્રોલ કરવા માંગે છે તેવા લોકો માટે મેથી રામબાણ સાબિત થઇ શકે છે. વજનને કંટ્રોલ કરવા માટે મેથીને આખી રાત પલાડીને સવારે સેવન કરો. તમે ઈચ્છો તો મેથીનું પાણી પણ પી શકો છો.

કોલેસ્ટ્રોલનો ઈલાજ: મેથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે. આ માટે મેથીને પાણીમાં પલાડીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. રોજ મેથી ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

પેટની તકલીફોમાં રાહત: આજના સમયમાં મોટાભાગે દરેક લોકો મસાલેદાર અને ઓઈલી ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે. જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે. મેથી પલાડીને ખાવાથી તમારૂ નબળી [પાચનશક્તિ મજબૂત થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે.

હ્રદય સ્વસ્થ રહે: મેથી દાણાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થવા માંડે છે. જેનાથી આપણા શરીરમાં હ્રદયરોગથી સંબંધિત થનારી બીમારીઓની શક્યતા પણ ઓછી થવા માંડે છે. મેથીના દાણા ખાવાથી આપણા હ્રદયની ગતિ અને બીપી નિયંત્રણમાં રહે છે.

પાચન ક્રિયા ઠીક રહે: મેથીના દાણા ખાવાથી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા થવા લાગે છે. મેથી ખાવાથી શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચો, ગેસ, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે.

મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો યોગ્ય રૂપે વિકાસ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *