મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, મેથીના દાણા આયુર્વેદિક જડીબુટી થી ઓછું નથી. તે જૂનામાં જૂની બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે જે રસોઈ ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે, જે ઘણી ઔષધીય દવાઓ બનાવવા માટે પણ ઉપયોગી છે.
તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. આ માટે આજે અમે તમને આ લેખમાં મેથી ના દાણા ખાવાના ફાયદાઓ વિષે જણાવીશું. તેનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહે છે.
મેથીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે ઘા ને રૂઝાવામાં મદદ કરે છે. આ માટે જે જગ્યાએ ઘા પડ્યા છે તેને દૂર કરવા માટે મેથીના દાણા પલાળીને તેની પેસ્ટ બનાવી ઘા ઉપર લગાવી દો ઘા ખુબ જ આસાનીથી રૂઝાઈ જશે.
તેમાં મળી આવતું લિપોપ્રોટીન તત્વ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા ને નિયત્રંણમાં રાખે છે. તે હૃદય સંબંધિત અનેક બીમારી સામે લડવાની ક્ષમતા વધારે છે જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
મેથીના દાણા માં મળી આવતા ફાયબર અને એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં રહેલ હાનિકારક ઝેરી પદર્થોને દૂર કરે છે અને પાચનને લગતી અનેક પ્રકારની સમસ્યા ને દૂર કરે છે જે કબજિયાત ધરાવતા દર્દી માટે સવારે ખાલી પેટ સેવન કરવાથી કબજિયાતને મૂળ માંથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
ડાયાબિટીસ દર્દી માટે મેથીના દાણા અને એનું પાણી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, જે ડાયબિટીસ દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે, લોહીમાં મળી આવતા સુગરની માત્રાના ઓછી કરે છે અને સુગર લેવલને નિયત્રંણમાં રાખે છે. માટે મેથીના દાણા અને એનું પાણી સવારે ખાલી પેટ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
તેનું નિયમિત પણે સવારે ખાલી પેટ સેવન કરવામાં આવે તો પેટની વધી ગયેલ ચરબીને ઓગાળવામાં મદદ કરે છે જેના કારણે વજન ઓછું થવા લાગે છે. માટે વજન ને ઓછું કરવા મેથીદાણા નો સમાવેશ કરી શકાય છે.
પેટમા થતી બળતરાના કારણે એસિડનું પ્રમાણ વધે તો દરરોજ 15 થી 20 મેથીદાણા પલાળીને સવારે ખાઈ શકાય છે જે બળતરાને શાંત કરે છે અને એસિડના પ્રમાણે ઓછું કરી એસિડિટીમાં રાહત આપે છે.
તેનું નિયમિત સેવન કરવાથી આંતરડામાં જામી ગયેલ મળ ને છૂટો કરે છે અને આંતરડાને સાફ કરે છે. જે ના કારણે પેટ પણ એકદમ સાફ અને ચોખ્ખું રહે છે, જેથી અનેક શરીરનો વધેલ કચરો બહાર નીકળી જાય છે અને અનેક પ્રકારના ગંભીર રોગો થવાથી બચાવે છે.
રોજે એક મેથીનો લાડુ ખાવામાં આવે તો હાડકામાં આવતો કડકડ અવાજ, સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા, શરીરના અનેય ભાગમાં થતા અવારનવાર દુખાવા જેવા અનેક પ્રકારના દુખાવા દૂર થાય છે.
મેથીના દાણા કડવા હોય છે જે આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરે છે માટે તેના 15-20 દાણા પલાળીને સવારે ખાલી પેટ ખાવા જોઈએ લોહીને શુદ્ધ કરી અનેક પ્રકારના ગંભીર રોગોથી બચાવશે.