શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ. જે આપણા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરે છે. આજની રોજિંદા જીવન શૈલીમાં આપણી ખાવાની ખરાબ ટેવના કારણે આપણે ઘણી બીમારીઓના શિકાર બની જતા હોઈએ છીએ.
આજના યુવાનોમાં બહાર ફાસ્ટ ફૂડ ખાવાનો ખુબ જ ક્રેઝ વઘી ગયો છે. જેના કારણે આપણે યોગ્ય પોષણ મળતું નથી. આપણે બહારના ખોરાક ખાઈએ છીએ જેમાં પૂરતા પ્રમાણમાં તત્વો મળી આવતા નથી આ ઉપરાંત બહારનો ખોરાક ચરબી યુક્ત હોય છે, જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વઘવા લાગે છે.
ચરબી યુક્ત ખોરાક વધારે ખાવાના કારણે પેટને લગતી સમસ્યાઓ અને મેદસ્વીતા પણુંમાં વઘારો થતો હોય છે. પરિણામે ઘણા રોગોના શિકાર પણ બની જતા હોઈએ છીએ, જેમ કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કબજિયાત, વજનમાં વઘારો જેવી સમસ્યા થઈ શકે છે.
આ બઘી સમસ્યાઓથી બચવા માટે આપણે ફાયબર યુકત ખોરાક ખાવો જોઈએ જેથી પેટને લગતી બીમારીઓ આપણે ખુબ જ આસાનીથી દૂર કરી શકીશું. જેથી અનેક રોગો થવાનું જોખમ પણ ખુબ જ ઓછું થઈ જશે.
આ માટે આપણે ફાયબરથી ભરપૂર હોય તેવા આહારને રોજિંદા જીવનમાં સમાવેશ કરવો જોઈએ. જેથી આપણા આંતરડાની ક્રિયા ખુબ જ સરળ બની રહે. પરિણામે વજન પણ નિયંત્રણમાં રહી શકે છે. ફાયબરથી ભરપૂર હોય તેવા ખોરાક ખાવાથી વર્ષો જૂની કબજિયાતની બીમારી પણ દૂર થાય છે.
ફળો ખાવા: આ માટે આપણે રોજિંદા જીવનમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ જેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે આ ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ઘણા બઘા પોષક તત્વોની કમીને પુરી કરે છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. માટે રોજે ફળોનો સમાવેશ કરવો આરોગ્ય માટે ખુબ જ હિતકારક છે.
શાકભાજી ખાવા: શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જે ચયાપચયની ક્રિયાને તેજ કરે છે અને ખોરાકને ઝડપી પચવામાં મદદ કરે છે. જેના લીધે આપણે કોઈ પણ ખોરાક ખાઘો હોય તેને ખુબ જ આસાનીથી પચાવે છે અને પેટને લગતી કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરે છે. માટે રોજિંદા આહારમા શાકબાજીનો સમાવેશ કરી શકાય છે.
ચિયાસીડસ: ચિયાસીડસ ના બીજ આવે છે જેમાં ફાયબરનો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે જેને ભોજન પછી ખાવાની સલાહ આપવામાં આવે છે. ભોજન પછી એક ચમચી ચિયાસીડસના બીજ ખાવામાં આવે તો મંદ પડી ગયેલ પાચનક્રિયામાં સુઘારો થાય છે. માટે રોજે એક ચમચી ખાવાથી પેટમાં ચરબી વઘતી નથી અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
દહીં: દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, દહીંમાં ફાયબર, કેલ્શિયમ, વિટામિન-સી જેવા તત્વો નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે જે આપણા પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને પાચનક્રિયાને સુઘારે છે. માટે રોજે એક વાટકી દહીંને ભોજન સાથે સમાવેશ કરવો જોઈએ. જે વજન ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. દહીંમા રહેલ વિટામિન-સી શરીરમાં રોગપ્રિકારક શક્તિમાં વઘારો કરે છે.
બેરી: બેરીમાં બ્લેક બેરી અને રાસબેરીમાં વધારે ફાયબર હોય છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. માટે રોજે બે બેરી ખાવી જોઈએ જે આપણી પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. જેથી પાચનતંત્ર મજબૂત બને છે. જે ચરબીનો નાશ કરે છે વજનને પણ નિયંત્રણમાં રાખે છે
રોજે ફાયબરથી ભરપૂર હોય તેવા આહાર લેવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે,આ ઉપરાંત આંતરડામાં ભરાઈ ગયેલ મળને છૂટો કરે છે જેથી મળ ત્યાગ કરવામાં જોર લગાવવું પડતું નથી. ફાયબર યુક્ત આહાર લેવાથી પેટ એકદમ સાફ રહે છે. જેથી પેટને લગતા અનેક રોગ દૂર રહે છે પરિણામે વજન વધવું, ડાયાબિટીસ જેવા રોગોથી બચાવી રાખે છે.
લાંબા સમય સુઘી સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ફાયબર યુક્ત ખોરાક ખાવો જોઈએ જે લાબું જીવન જીવવામાં ખુબ મદદરૂપ સાબિત થશે.