શરીરને ટકાવી રાખવા માટે ખોરાક ખાવાની જરૂર પડે છે. આ શિવાય શરીને જુદા જુદા પોષક તત્વોની પણ જરૂર પડે છે. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના પોષકતત્વો મળી રહે તેવા ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ ખોરાક તમે કેવી રીતે ખાવ છો અને કેટલી વાર ખાવ છો તેનો આધાર તમારા સ્વાસ્થ્ય પર રહેલો છે.
પરંતુ ઘણા લોકો ખોરાકને વારંવાર ગરમ કરીને અથવા વારંવાર શેકીને ખાતા હોય છે. પરંતુ ઘણા એવા ખોરાક છે જેને ગરમ કરીને કે શેકીને વારંવાર ન ખાવો જોઈએ કારણકે તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે ખોરાકનું જ સેવન કરવું જોઈએ અને ગરમ કરેલ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
આપણામાંથી ઘણા બધા લોકો કેટલાક ખોરાકને ગરમ કરીને વારંવાર ખાતા હોઈએ છીએ જેમાં દૂધ, વધેલી દાળ, અને બીજા ઘણા શાકભાજીનો સમાવેશ થાય છે. પરંતુ જો તમને પણ આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત છે તો તે તમારા માટે ખુબ જ ગંભીર સાબિત થાય છે.
તમને જણાવીએ કે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેના લીધે શરીરમાં ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. આ માટે અહીંયા તમને જણાવીએ કે તમારે ક્યા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ.
મધ: તમને જણાવીએ કે મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. મધને આયુર્વેદમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ તમારે મધને કોઈ દિવસ ગરમ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ.
તમને જણાવીએ કે આયુર્વેદમાં મધને ગરમ કરીને કે ગરમ પદાર્થોમાં ભેળવીને ખાવા પર નિષેધ કરવામાં આવ્યો છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે અને તેનું સેવન કરવાથી નુકસાન થઇ શકે છે.
દહી: આયુર્વેદમાં દહીનું મહત્વ પણ જણાવ્યું છે. દહીંનો ઉપયોગ તેના ફાયદાઓના કારણેજ વધુ થાય છે. બજારના દહીં કરતા ઘરે બનાવેલું દહીં ખાવાનું વધુ પસંદ કરવું જોઈએ. પરંતુ દહીને ગરમ કરીને ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે અને શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.
આલ્કોહોલિક ખોરાક: તમને જણાવીએ કે દહીંની જેમ આલ્કોહોલિક ખોરાકને પણ ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. નિષ્ણાત ડોકટર જણાવે છે કે આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરાવથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે.
આ માટે આયુર્વેદ ને જાણનારા પણ જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરીને ખાવાથી બચવું જોઈએ. આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી પણ બચવું જોઈએ.
પાલક: પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી હોવાથી શિયાળામાં તેનું સેવન ખુબજ કરવામાં આવે છે. પરંતુ જયારે તમે તેનું શાક કે ભાજી બનાવીને વારંવાર ગરમ કરો છો ત્યારે તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે, જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.
ચોખા : ચોખાનો ઉપયોગ બધાજ લોકો કરે છે. ચોખામાંથી બનાવેલા ભાત વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.
બટાકા: બટાકામાંથી આપણે શાક બનાવીએ છે પરંતુ તેનો ઉપયોગ જુદી જુદી વાનગીઓ બનાવવામાં પણ કરીએ છીએ. તમને જણાવીએ કે બટાકામાંથી બનાવેલી વસ્તુઓને થોડો સમય વીતી ગયા પછી તેને ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ. બટાકામાંથી બનાવેલી વસ્તુને વધુ સમય વીતી ગયા પછી ખાવાથી શરીને નુકશાન થઇ શકે છે.
તો અહીંયા બતાવેલી કેટલીક વસ્તુઓને ગરમ કરીએ ખાવાનું ટાળો અને તમારું સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચાવો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.