નાની દેખાતી આ વસ્તુ એટલે કે અળસી. જેમાં ઘણા બઘા ઔષધીય ગુણો મળી આવે છે. જે શરીરમાં થતા મોટાભાગના રોગોને મટાડવામાં મદદ કરે છે. આ માટે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવાનું વિચારી રહ્યાં હોય તો અળસી ખાવી જોઈએ.
અળસીમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, આયર્ન, વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-બી6, વિટામિન-સી જેમાં મહત્વ પૂરાં પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ સિવાય તેવામાં ઓમેગા-3 ફેટી એસિડ પણ મળી આવે છે જે શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
તે શરીરમાં નાનાથી લઈને કેટલીક મોટી ગંભીર બીમારીઓ ને પણ દૂર કરવામાં મદદ કરે છે. જેમકે, કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, બ્લડપ્રેશર જેવી ઘણી બીમારીમાં ફાયદાકારક છે. આ માટે આજે અમે તમને અળસી ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
કેન્સર: અળસીમાં કેન્સર વિરોધી ગુણ મળી આવે છે. જેમાં જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા ઘરાવે છે. જે બેસ્ટ કેન્સર, પોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર જેવા ગ,ગંભીર રોગો સામે લડીને તેને રોકવામાં મદદ રૂપ સાબિત થાય છે આ માટે અળસીનું સેવન કેન્સર માટે ફાયદાકારક છે.
પાચનસુઘારે: નાના દેખાતા દેખાતા અળસીના બીજ ડાયજેશન સિસ્ટમ ને સક્રિય બનાવી રાખવામાં મદદ કરે છે. તેમાં ખુબ જ સારા પ્રમાણમાં ફાયબર હોય છે, જે પાચન ને સુઘારવામાં મદદ કરે છે. જેથી કબજિયાત, ગેસ, અપચામાં જેવી પેટ સંબધિત સમસ્યા દૂર રહે છે.
સાંઘાના દુખાવા: અળસીમાં સારી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન નો સ્ત્રોત મળી આવે છે જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે. જો તમે પણ હાડકાની કમજોરી અને સાંઘાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો અળસીને રોજે એક ચમચી ખાવાથી તે કેલ્શિયમની કમી પુરી થાય છે.
એનિમિયા દૂર કરે: એનિમિયાની બીમારી એટલેકે લોહીની ઉણપ. એનિમિયાની સમસ્યા આમતોર પર મહિલાઓમાં વધુ જોવા મળે છે, પરંતુ જો મહિલાઓ હોય કે પુરુષો હોય જો તે અળસીનું સેવન કરે છે તો તે એનિમિયા ની સમસ્યાને દૂર કરી શકે છે અને લોહીની માત્રાને વઘારવામાં મદદ કરે છે.
બ્લડપ્રેશર: આ બીજમાં સારા પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે. આ સાથે તે લોહીના પરિવહન ને પણ સુધારવામાં મદદ કરે છે જેથી હૃદય પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે જેથી હૃદયને લગતી બીમારી આવતા અટકાવી શકે છે.
ડાયબિટીસ: ડાયબિટીસ એક ખતરનાક રોગ ,માનવામાં આવે છે, કારણકે આ બીમારીમાં ખાવા પીવામાં ખુબ જ ઘ્યાન રાખવું પડતું હોય છે. આ માટે જો ડાયબિટીસ ના દર્દી છો તો અળસીને રોજે એક ચમચી ખાવી જે લોહીમાં રહેલ સુગરની માત્રાને ઘટાડવા માં મદદ કરે છે. પરંતુ ખાસ ઘ્યાન રાખો કે ડાયાબિટીસ હોય તો ડોકટરની સલાહ લઈને કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ.
અળસી માં સારી માત્રામાં પ્રોટીન પણ મળી આવે છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઉં કે કોઈ પણ વસ્તુનું સેવન વધુ માત્રામાં એક સાથે કરવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. આ અહીંયા આપવામાં આવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે આ માટે કોઈ પણ બીમારીમાં કોઈ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.