આપણા શરીરનું સૌથી મહત્વ અંગ એટલે આંખ. ભગવાને બહુ જ સમજી વિચારીને આંખો આપી છે. જેના કારણે આપણે આખી દુનિયા ખુબ જ સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ વધારે પડતું વાતાવરણનું પ્રદુષણ અને અત્યારની આધુનિક ટેક્નોલોજી ખુબ જ વઘી ગઈ છે. તેવા માં કોમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા પછી આંખોને લગતી સમસ્યા પણ વઘવા લાગી છે.

આખો દિવસ મોબાઈલ અને કોમ્પ્યુટર લઈને બેસીને કામ કરતા હોય છે જેના કારણે આંખોના નંબર પણ આવી શકે છે. પરંતુ હાલના સમય માં કોમ્પ્યુટર અને મોબાઈલ નો ઉપયોગ કર્યા વગર ચાલતું પણ નથી કારણકે તે એક જરૂરિયાત થઈ છે. માટે તમારે રોજિંદા આહારમાં એવા કેટલાક આહાર લેવા જોઈએ જે આંખોને સ્વસ્થ અને સુરક્ષિત રાખે છે.

દરેક વ્યક્તિની બદલાયેલ ભાગદોડ ભરી જીવનશૈલીમાં નાની ઉંમરે જ ચશ્મા આવવાની સમસ્યા વઘવા લાગી છે. આંખોની સમસ્યા આપણા આહાર પર નિર્ભર છે. માટે આપણે આંખોના નંબરને દૂર કરવા માટે આહારમાં કેટલાક ખોરાક ને સમાવેશ કરવો જોઈએ.

આપણી આંખો માં તે સૌથી જરૂરી વિટામિન-એ ની હોય છે. માટે એવો આહાર લેવો જોઈએ જે વિટામિન-એ થી ભરપૂર હોય જે આપણી આંખોને સ્વસ્થ અને લાંભા સમય સુઘી આંખોની રોશની જાળવી રાખે અને નંબર ને દૂર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ આંખોના નંબર ઓછા કરવા કયા આહારનું સેવન કરવું જોઈએ.

ગાજર: ગાજરમાં વિટામિન-એ સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન-સી, બીટા કેરોટીન, ફોસ્ફરસ, વિટામિન-બી1, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો પણ મળી આવે છે. જે આપણી આંખો અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગાજરનું સેવન કરવાથી આંખોની રોશનીમાં વઘારો થાય છે. માટે રોજ આહારમાં ગાજરનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત અઠવાડિયામાં બે થી ત્રણ વખત ગાજરના જ્યુસનું સેવનકરવું જોઈએ. જેથી આપણી આંખોને જરૂરી વિટામિન મળી રહે અને આંખોના નંબર હોય તો ઘીરે ઘીરે ઉતરવા લાગશે.

ગાજરનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ફાયદાપણ થાય છે. ગાજરનું નિયમિત સેવન કરવાથી વધતી ઉંમરે થતી મોતિયાની સમસ્યા થતી નથી અને આંખોને લાંબા સમય સુઘી સ્વસ્થ અને સુરક્ષિત રાખે છે. માટે રોજ આહારમાં ગાજરને સલાડના રૂપમાં કરવું જોઈએ.

શક્કરિયા: શક્કરિયામાં સારી માત્રામાં વિટામિન-એ, બીટા કેરોટીન, વિટામિન-સી મળી આવે છે જે આંખોનું રક્ષણ કરે છે. માટે શક્કરિયાને બાફીને આહારમાં સમાવેશ કરવી જોઈએ. જે આપણી આંખોનું તેજ વઘારશે અને આંખોના નંબરને ઓછા કરવામાં મદદ કરશે.

આમળા: આમળામાં આપણી આંખો માટે નું એક ઉત્તમ ફળ માનવામાં આવે છે. અમલમાં સારી માત્રામાં વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી છે. માટે તેમ રોજ સવારે એક આમળાનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત તમે અમલના જ્યૂસનું સેવન સવારે ખાલી પેટ કરવાથી પણ આપણી આંખો સ્વસ્થ અને સુરક્ષિત રહે છે. તેનું સેવન કરવાથી આપણી અંખીનું તેજ વધે છે માટે આમળાને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ જે આપણી આંખો માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

આમળાનું સેવન નિયમિત કરવાથી વઘતી ઉંમરે પણ આપણી આંખો સારી અને આંખોની નબળાઈ આવતી નથી. આમળા આપણી આંખો, ત્વચા અને વાળ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે તેનું સેવન કરવાથી આપણી ત્વચા પણ સુંદર અને જવાન રહે છે.

જો તમને નાની ઉંમરે જ આંખોના નંબર હોય તો આમળા, ગાજર, શક્કરિયા ઉપરાંત ભરપૂર માત્રામાં લીલા શાકભાજીને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી આપણી આંખોનું તેજ પણ વધે અને આંખો ના નંબર પણ ઘીરે ઘીરે દૂર થવા લાગશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *