દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેની ચહેરાની ત્વચા હંમેશા સફેદ જ રહે. પરંતુ ઘણી વખત ચહેરા પર ખીલ કે કોઈ ડાઘ થઈ ગયો હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. આજના સમયમાં દરે વ્યક્તિ યુવાન દેખાવાની ઈચ્છા ઘરાવે છે. આજના સમયમાં મોટા ભાગના દરેકે વ્યક્તિ બજારમાં મળતી ક્રીમ અને ફેસવોશ નો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ એના કરતા ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પાછી મેળવી શકાય છે. તો આજે અમે તમને રસોડામાં રહેલ એવી કેટલીક વસ્તુનો ઉપયોગ કરવાથી ચહેરાને સુંદર બનાવી શકાય તેના વિશે જણાવીશું. આ ઉપાય ખુબ જ સરળ અને અસરકારક છે.
પહેલો ઉપાય: લીંબુ દરેક ના ઘરે ખુબજ આસાનીથી મળી આવે છે. લીંબુનો ઉપયોગ કરવાથી ત્વચાની પરની દરેક ગંદકી દૂર કરી શકાય છે. સૌથી પહેલા લીંબુના બે ચમચી લીંબુ નો રસ કાઢો, તેમાં એક ચપટી મીઠું અને અડઘી ચમચી મઘ બઘાને મિક્સ કરીને પેસ્ટ બનાવો.
ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો. આ પેસ્ટને ચહેરા પર લગાવ્યા પછી 35 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ઘોઈ દો. આ ઉપાયનો ઉપયોગ માત્ર 5-6 દિવસ કરશો એટલે તમારો ચહેરો નિખારવા લાગશે. આ ઉપરાંત ચહેરા પરની કરચલી અને ખીલ દૂર થશે. અને ચહેરો મુલાયમ થઈ જશે.
બીજો ઉપાય: આ ઉપાયમાં આપણે ચણા નો લોટનો ઉપયોગ કરીશું. ચણા લોટ દરેકના ઘરે સરળતાથી મળી જ રહે છે. માટે આ ઉપાય તેમના માટે ખુબ જ સરળ અને કારગર સાબિત થશે. તો સૌથી પહેલા બે કે ત્રણ ચમચી ચણા નો લોટ લઈ લો ત્યાર બાદ તેમાં એક ચમચી ગ્લિસરીન અને એક ચમચી ગુલાબજળ ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.
પેસ્ટ તૈયાર થઈ જાય પછી તે પેસ્ટને ચહેરા પર લગાવી દો. પેસ્ટ સુકાઈ જાય ત્યારે 30 મિનિટ પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ અને કરચલી દૂર થઈ જશે. ચહેરાની ગંદકીને દૂર કરીને ત્વચા માં નિખાર લાવશે અને ચહેરો સફેદ થઈ જશે.
ત્રીજો ઉપાય: આ ઉપાયમાં ટામેટાનો ઉપયોગ કરવાનો છે. જે દરેકના ઘરે આશાનીથી મળી આવે છે. માટે સૌથી ત્રણ થી ચાર ચમચી ટામેટાનો રસ કાઢો, ત્યાર પછી તેમાં અડઘી ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મઘ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટને ચહેરા પર લગાવીને બેઠી ત્રણ મિનિટ હળવા હાથે માલિશ કરવી અને 15-20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દેવો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરા પર ના ડાઘ દૂર થઈ જશે અને ચહેરાને ચમકદાર બનાવી દેશે.
ચોથો ઉપાય: આ ઉપાય માં આપણે મઘ અને લીંબુનો ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલા બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મઘ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાત્રે સુવાના પહેલા લગાવી દો. આ પેસ્ટને આખી રાત રહેવા દેવાની છે.
ત્યારપછી સવારે ઉઠીને ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દેવો. આ ઉપાયનો ઉપયોગ માત્ર ત્રણ થી ચાર દિવસ કરશો તો તમને ચહેરાની સુંદરતા દેખાવા લાગશે. આ ઉપરાંત તમે જવાન દેખાવા લાગશો.