શરીર માટે જરૂરી પોષક તત્વોને પૂરા કરવા માટે રોજિંદા આહારમાં ઘણા પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ કરો તેવી સલાહ બધા લોકોને આપવામાં આવે છે. બજારમાં ઋતુ પ્રમાણે ઘણા બધા પ્રકારના ફળો આવે છે. મોસમી જેવા ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે.
કેટલાક ફળો એન્ટીઓક્સીડેન્ટ ગુણ હાજર હોય છે જે તમને દરેક પ્રકારની ગંભીર બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. ઘણા અભ્યાસો પ્રમાણે ઘણા ફળોમાં રહેલા પોષકતત્વો તેની છાલમાં જોવા મળે છે. આથી જો આવા ફળોને છોલીને ખાવામાં આવે તો તેના પુરા પોષક્તત્વોનો લાભ આપણે લઇ શકતા નથી.
માટે એક વસ્તુ જરૂરી બની જાય છે કે જે ફળોની છાલમાં વધુ પોષકતત્વો રહેલા હોય, તેવા ફળોને એ[આપણે છોલીને ન નાખીએ. તો ચાલો જાણીએ આવાજ કેટલાક ફળો વિષે.
સફરજન: સફળજન બજારમાં બીજા ફળો કરતા થોડું મોંઘુ મળતું હોય છે. આથી તમે ઘણા લોકોને સફરજનની છાલ કાઢીને ખાતા જોયા હશે. પરંતુ તમને જણાવીએ કે સફરજનના અંદરના ભાગની જેમ તેની છાલમાં પણ વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા માટે ખાસ ફાયદાકારક હોઈ શકે છે.
છોલીને સફરજન ખાવાની સરખામણીમાં છાલવાળું સફરજન ખાવાથી 332% વધુ વિટામિન-K, 142% વધુ વિટામિન-A, 115% વધુ વિટામિન-C, 20% વધુ કેલ્શિયમ અને 19% વધુ પોટેશિયમ મેળવી શકીએ છીએ.
કાકડી : જો તમને કાકડીને છોલીને ખાવાની આદત હોય, તો તમારે આ આદત બંધ કરવી જોઈએ. કારણ કે કાકડીને છોલ્યા વગર ખાવાના ઘણા ફાયદાકારક મળે છે. કાકડીની ઘેરા લીલા રંગની છાલમાં તેના મોટાભાગના એન્ટીઓક્સીડેન્ટ, અદ્રાવ્ય ફાઈબર અને પોટેશિયમ હોય છે.
તેમાં વિટામીન-કે પણ વધુ માત્રામાં હોય છે, તેથી તેને ધોયા પછી તેની છાલ ઉતાર્યા વગર તેનું સેવન કરવું જોઈએ. કાકડી તમારા હાઇડ્રેશનને વધુ સારી રીતે જાળવવામાં ખૂબ જ મદદરૂપ ફળ છે.
કેરી: ઉનાળાની સીઝન છે તેથી બજારમાં થોડા દિવસોમાં કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. કેરી કાચી હોય કે પાકી, છાલ સાથે કેરી ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. કેરીની છાલમાં મૅન્ગિફેરિન, નોરેથ્રિઓલ અને રેઝવેરાટ્રોલ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો હોય છે જે ફેફસાં, કોલોન, સ્તન, મગજ અને કરોડરજ્જુના કેન્સર અને અન્ય ઘણા ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આથી કેરીને હંમેશા છાલ સાથે ખાવાની વધુ પસંદ કરો.
સંતરા : સંતરા ને વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે જે શરીરની સારી રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં મદદરૂપ છે. વિટામિન-સી તમને ઘણા પ્રકારના ચેપથી સુરક્ષિત રાખવામાં પણ ખૂબ મદદરૂપ કરે છે. સંતરાના ફળમાં જે વિટામિન હોય છે તેના કરતા બમણું વિટામિન-સી તેની છાલમાં જોવા મળે છે.
સંતરાની છાલમાં વિટામિન બી2 , વિટામિન-બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. આથી સંતરાની છાલને ફેંકી દીધા વગર તેનો ઉપયોગ કરવો વધુ ફાયદાકરાક છે.