પાણી વગર જીવન અશક્ય કહી શકાય છે. પાણી દરેક સજીવ માટે ખુબજ મહત્વનું અને જરૂરી છે. આપણા શરીરને સ્વસ્થ રાખવું હોય તો વધુ માં વધુ પાણી પીવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. પાણીને ગરમ કરીને એટલે કે હુંફાળું કરીને પીવામાં આવે તો શરીરમાં તેના અઢળક ફાયદા થાય છે.
તમને જણાવીએ કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. બધા લોકો જાણતા હશે કે વધુ પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી આવે છે જેથી શરીરમાંના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રાત્રે સૂતી વખતે પાણી પીવાથી શરીરને ઘણા લાભ થાય છે.
રાત્રે સુતા પહેલા ગરમ હૂંફાળું પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે જેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ વ્યવસ્થિત થાય છે. ગરમ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલી કોશિકાઓને પોષણ મળવાની સાથે કોશિકાઓમાંથી ઝેરી તત્વો બહાર બહાર નિકળે છે.
ઘણા સંશોધનો થયા પછી સાબિત થયું કે ગરમ હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. ગરમ પાણી પીવાથી આહારમાંના ચરબીના અણુઓને ઝડપથી તોડવામાં મદદ કરે છે, જેથી વજન ઘટવામાં ફાયદો થાય છે. એવામાં રાત્રે જમ્યા પછી એક ગ્લાસ પાણી પીવાથી સ્વાસ્થયને ખુબજ ફાયદો થાય છે.
ગરમ પાણી પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. ભોજન કર્યા પછી ગરમ પાણી પીવાથી નબળી પાચનક્રિયા સુધરે છે. આ સાથે શરીરમાં રહેલી માંસપેશિયોને આરામ મળે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. એસિડિટીની સમસ્યા હોય એવા લોકોએ સૂતા પહેલા હુંફાળું પાણી પીવું જોઈએ, જેનાથી એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મળે છે.
આખો દિવસ કામ કરીને ઘરે આવ્યા પછી રાત્રે ગરમ પાણી પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે અને શરીરમા નવી એનર્જી આવે છે. સામાન્ય રીતે ઘણા લોકોને કબજિયાતની તકલીફ ઠંડુ પાણી પીવાથી રહે છે.
કબજીયાત ના કારણે શરીરમાં શારીરિક સમસ્યાઓ જેવી કે ચહેરા પર ખીલ, કરચલી થવી જેવી ઘણી તકલીફ થઇ શકે છે પરંતુ સવારે નિયમિત રીતે નરણા કોઠે ગરમ પાણી પીવાથી આ સમસ્યાઓથી દૂર થાય છે. ગરમ પાણી દાંતના દુખાવામાં રાહત આપે છે.
ગરમ પાણી પીવાથી પેઢામાં થતા સડાને કારણે દાંતમાં થતો દુખાવો દૂર થાય છે. ગરમ પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે લોકોને બદલાતી ઋતુને કારણે તાવ, શરદી, ખાંસી કે ઉધરસ જેવી સમસ્યા થાય છે તેવા લોકોએ સવારે નરણાં કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા થાય છે અને આવી નાની નાની દૂર રહે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.