ઘુંટણના દુખાવા થવા આમ જ સામાન્ય થઈ ગઈ છે, ઘુંટણ ના દુખાવા આજે નાની ઉંમર માં ખુબ જ જોવા મળી છે, તમે પણ તમારી આસપાસ રહેતા કેટલાક લોકો ઘુંટણ ના દુખાવાની સમસ્યાથી ખુબ જ પીડાઈ રહેતા જોવા મળ્યા હશે. ઘુંટણ ના દુખાવા થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે,

જયારે વ્યક્તિના રૂટિન લાઈફમાં કેટલાક બદલાવ થવા અને અનિયમિત ખોરાક લેવાના કારણે ઘુંટણ ના દુખાવા જેવી અનેક પ્રકારની બીમારીનો સામનો કરવો પડતો હોય છે. વ્યક્તિનું શરીર ખુબ જ વધારે હોય એટલેકે મોટાપાથી પરેશાન હોય તેવા લોકો માં ઘુંટણ ના દુખાવા વધુ જોવા મળતા હોય છે,

કારણ કે તેમના શરીરનું વજન ઘુંટણ પર આવે છે જેથી તે જગ્યાએ દુખાવા થઈ શકે છે. આ સિવાય કોઈ જગ્યાએ પડી ગયા હોય અથવા તો કોઈ જગ્યાએ ઘુંટણ અથડાયો હોય તો ત્યાં દુખાવા થતા જોવા મળતા હોય છે. જે દુખાવા લાંબા સમય સુધી રહેવાથી ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

જયારે બે જોઈન્ટ વચ્ચે લુબ્રિકેંટ ખતમ થઈ ગયું હોય છે એવા સમયમાં પણ ઘુંટણના દુખાવા થવા હોય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ જોઈંટમાં લુબ્રિકેંટ ઓછું થતું જાય છે અને 55-60 વર્ષની ઉંમર પછી ઘુંટણના દુખાવા થવાનું ચાલુ થઈ જાય છે.

જેથીં ઉઠવા બેસવા અને ચાલવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, આવા સમયમાં એવા કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ જેની મદદથી ઘુંટણ માં થતા દુખાવામાં ઝડપથી રાહત મળશે.

આ માટે તમારે રોજિંદા આહારમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-ડી થી ભરપૂર હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જેથી જોઈન્ટ ને જરૂરી પોષક તત્વ મળી રહે અને જોઈન્ટને મજબૂત બનાવી રાખે. જેથી ઘુટંણના દુખાવા ઉપરાંત હાથ પગના દુખાવા, સ્નાયુના દુખાવા, માંશપેશીઓના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે.

જો તમારું વજન વહુ હોવાના કારણે ઘુંટણના દુખાવા થાય છે તો તેને ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તમારું વજન ઓછું થઈ જશે તો ઘુંટણમાં જોર પણ ઓછું પડશે અને દુખાવામાં ઘણી રાહત મળશે, આ માટે રોજે હૂંફાળું ગરમ પાણી, હળવી કસરત ની સાથે ડાયટ પ્લાન અપનાવીને વજન ઓછું કરવું જોઈએ.

જો તમે જોઈન્ટ ને અંદરથી મજબૂત અને હેલ્ધી બનાવવા માંગતા હોય તો રોજે એક ફળ ખાવું જોઈએ, જેમાં કેળાં, મોસંબી, સફરજન જેવા ફળો ખાવા જોઈએ, આ ઉપરાંત રોજે સવારે પલાળેલ ડ્રાયફ્રૂટ્સ નો પણ સમાવેશ કરવો જોઈએ, જેમાં અખરોટ, બદામ, અંજીર, કિસમિસ ખાઈ શકો છો.

રોજિંદા આહારમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ જેથી હાડકાનું જોઈન્ટ મજબૂત થાય છે. આ સિવાય રોજે થોડો સમય ચાલવા માટે નીકળવો જોઈએ, જો તમારું જીવન બેઠાળુ હોય છે તો પણ ઘુંટણ ના દુખાવા જેવી અનેક સમસ્યા થવાનું જોખમ રહે છે આ માટે ચાલતું રહેવું જોઈએ જેથી જોઈન્ટ ખુલે છે અને ઘુંટણના દુખાવામાં પણ રાહત મળે છે.

આ ઉપરાંત તમે નિયમિત પણે ગાયનું દૂઘ પી શકો છો. દૂધ પીવાથી શરીરને ભરપૂર તાકાત તો મળે છે સાથે એમાં રહેલ પોષક તત્વો જોઈન્ટ ને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે દૂઘમાં હળદર મિક્સ કરીને પીવો છો તો તે પણ જોઈન્ટ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શારીરિક કમજોરી, અશકતી, થાક, નબળાઈ બધું જ દૂર થઈ જાય છે, જો અમે દૂધ રાતે પીવો છો તો સવારે એકદમ ફ્રેશ મહેસુસ કરશો.

ઘુંટણમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે રોજિંદા લાઈફમાં આ વસ્તુને ખાવાનું ચાલુ કરી દેશો તો ઘુંટણના થતા દુખાવામાં ઘણી રાહત મળશે, આ ઉપરાંત જોઈન્ટ માં લુબ્રિકેંટ ઓછું થઈ ગયું હોય તો રોજે બે વખત તેલ ની માલિશ કરવાથી લુબ્રિકેંટ ની કમી પુરી થાય છે અને દુખાવામાં રાહત મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *