ડાયાબિટીસ એક ગંભીર બીમારી માનવામાં આવે છે, તેને કંટ્રોલમાં રાખવા માટે આદું ખુબ જ ગુણકારી છે, જે ઈન્સ્યુલીન લેવલ ને વધારવામાં મદદ કરે છે અને ડાયબિટિસને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસ દર્દીએ આદુંનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જણાવીશું.
આદુંને ખાન પાન માં સમાવેશ કરવાથી ડાયબિટીસ નું સુગર લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે, આયુર્વેદમાં આદુંને ઉત્તમ માનવામાં આવે છે તેમાં રહેલ ગુણો ના લીધે વર્ષોથી તેનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવામાં માટે ઉપયોગ કરવામાં આવે છે.
તે શરદી, ખાંસી જેવી વાયરલ બીમારી ઉપરાંત બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ અસરકારક છે. ઘણા રિર્સચ માં એવું જાણવા મળ્યું છે કે આદુંનું સેવર્ન કરવાથી નેચરલી રીતે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં કરી શકાય છે.
ડાયાબિટીસના બે પ્રકાર છે. ટાઈપ 1 ડાયબિટીસ અને ટાઈપ 2 ડાયબિટીસ. ટાઈપ 1 ડાયબિટીસ નાની ઉંમરે જ વધુ જોવા મળે છે ટાઈપ 1 ડાયબિટીસને સુગરને કંટ્રોલમાં રાખવા માટેના ઈન્સ્યુલીન હાર્મોન્સ શરીરમાં ના બનવાના કારણે થાય છે.
જયારે ટાઈપ 2 ડાયબિટીસ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થતી હોય છે. જેમ કે શારીરિક પરિશ્રમ નો અભાવ, વધારે પડતું તળેલું ખાવું, ચરબીનું પ્રમાણ વધુ રહેવું, રાતે મોડા ખાવું, ખાવાનો સમય અનિચ્છિત હોવા જેવા કારણોને લીધે થઈ શકે છે. જેના કારણે શરીરમાં ઇન્સ્યુલેઇન બનતું નથી જેના કારણે લોહીમાં સુગરની માત્રામાં વધારો થાય છે.
આદું ઈન્સ્યુલીન બનાવવામાં મદદ કરે છે. જે ટાઈપ-2 ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખે છે. નિયમિત પણે તેને ખાવાથી બેક્ટેરિયલની ઈન્સ્યુલીન બનાવવાની સક્રિયતા માં વધારો થાય છે જેના કારણે ઈન્સ્યુલીન બનાવવાનું ચાલુ થાય છે.
ઈન્સ્યુલીન વધવાના કારણે લોહીમાં રહેલ સુગર ની માત્રામાં ધટાડો થાય છે. આ સિવાય શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓને શરીરમાં આવતી અટકાવે છે. તે વધી ગયેલ ચરબીના પ્રમાણ ને ઓછું કરી વજન ને કંટ્રોલમાં રાખે છે. જેના કારણે ડાયબિટીસનું જોખમ ઓછું થઈ જાય છે.
તેમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે જે શરીરમાં સોજા અને દુખાવાને મટાડે છે. આદુંનો ઉપયોગ શાક અથવા દાળમાં પણ કરી શકો છો આ સિવાય આદું વાળી ચા પીવી પણ ગુણકારી માનવામાં આવે છે.
એક બાઉલમાં આદુંના ટુકડા કરીને તેમાં પાણી નાખી આખી રાત માટે રહેવા દો, ત્યાર પછી તે પાણીને ગાળીને સવારે ઘીમે ઘીમે પીવાનું છે. આ રીતે આદુંનું પાણી પીવાથી પણ લોહીમાં રહેલ સુગર લેવલ ઓછું થશે અને ડાયબિટીસ કંટ્રોલમાં રહેશે. આદુંનો આ રીતે પ્રયોગ કરતા પહેલા તમે તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો.