દરેક વ્યક્તિ વધતી ઉંમરે યુવાન અને સુંદર દેખાવાનું પસંદ કરતા હોય છે. આજના સમયમાં મહિલાઓ અને પુરુષો પોતાના ચહેરાને સુંદર અને મુલાયમ બની રહે તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. આ માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે વધતી ઉંમરે ચહેરા પર આવતા વૃદ્ધા વસ્થાના ચિન્હો પણ દૂર થઈ જશે.
આજના સમયમાં વધારે પ્રદુષિત વાતાવરણ હોવાના કારણે ચહેરા પર તેની અસર જોવા મળતી હોય છે. કારણકે ધૂળ, માટી અને પ્રદુષિત ધુમાડાના કારણે ચહેરા પર ખીલ, ડાઘ, ફોલ્લીઓ, કરચલીઓ પડતી હોય છે. જેના કારણે ચહેરાની સુંદરતા ખુબ જ ઓછી થઈ જાય છે.
ચહેરાની સુંદરતા પાછી લાવવા માટે બજારમાં મળતી ક્રીમ, ફેશવોશ જેવી વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વધુ બજારુ પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો જોઈએ કારણકે એમાં મળી આવતા કેમિકલ ચહેરાને નુકશાન પહોંચાડી શકે છે. જે ચહેરાને સુંદર બનાવાની જગ્યાએ ખરાબ પણ કરી શકે છે.
માટે જો ચહેરાને સુંદર બનાવી રાખવો હોય તો ચહેરા પર બજારુ કોઈ પણ પ્રોડક્ટનો ઉપોયગ ના કરવો જોઈએ. જો તમે વધતી ઉંમરે પણ સુંદર અને યુવાન દેખાવા માંગતા હોય તો આજે અમે તમને કેટલીક ઘરેલુ ટિપ્સ જણાવીશું જેની મદદથી ચહેરાને લગતી અનેક સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરશે.
બદામના તેલનો ઉપયોગ: તમે થોડું બદામનું તેલ લઈને તેને હળવા હાથે તમારા આખા ચહેરા પર મસાજ કરો. આ ઉપરાંત બને તો તમે રાતે સૂતી વખતે પણ આ રીતે તેલ લગાડીને સુઈ જવાથી તમને ઘણો ફાયદો થાય છે. આ તેલમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ ચહેરાને ખુબજ ફાયદો થાય છે.
આ બદામનું તેલ એ તમારા ચહેરા ઉપરના રીંકલ્સ ને પણ સાવ દુર કરી નાખશે. જેથી ચહેરો સુંદર અને મુલાયમ દેખાવા લાગશે. તમે બદામ તેલની માલિશ આખા શરીર પર પણ કરી શકો છો. જેથી આંખુ શરીર મુલાયમ રહેશે અને સ્કિન ને હાઈડ્રેટ રાખશે.
ખીલ દૂર કરવા: ચહેરા પરના ખીલ દૂર કરવા માટે એક ચમચી ચણા નો લોટ, એક અડધી ચમચી હળદર, બે ચમચી ઠંડુ દૂઘ એમાં મીક્સ કરીને બરાબર હલાવી લો ત્યાર પછી એક ચમચી ગુલાબજળ મિક્સ કરી લો, ત્યાર પછી ફરીથી હલાવીને પેસ્ટને તૈયાર કરો, પેસ્ટ તૈયાર થઈ જાય પછી તે પેસ્ટને ચહેરા પર લગાવી દો,
લગાવ્યાના 20 મિનિટ રહેવા દીને ચહેરાને ચોખા પાણીથી ધોઈને સાફ કરી લેવો. આ ઉપાય 7 દિવસમાં બે વખત કરવાનો છે. જેથી ચહેરા પર પડેલ ખીલ ઘીરે ઘીરે દૂર થઈ જશે. જેથી ચહેરા પર એકદમ ગ્લો આવશે અને મુલાયમ દેખાવા લાગશે. આ ઉપરાંત ચહેરાની સ્કિનને ટાઈટ કરશે.
સ્કિનને ટેન કરવા માટે: વધારે પડતા તડકામાં રહેવાથી ચહેરાને ટેન કરવો ખુબ જ જરૂરી છે. આ માટે એક ચમચી દહીં, એક ચમચી છાશ, અને બે ચમચી કાકડીનો રસ મિક્સ કરીને બરાબર હલાવીને ચહેરા પર લગાવી દો, ત્યાર પછી ચહેરાને 25 મિનિટ પછી ઘોઈ દેવો, આમ અઠવાડિયામાં 2-3 વખત કરવું જોઈએ. જેથી તડકામાં પણ ચહેરા પર ગ્લો રહેશે અને ચહેરો મલાઈ જેવો મુલાયમ બની જશે.
તમે પણ 50 વર્ષની ઉંમરે ચહેરા પર કોઈ પણ પ્રકારની સ્કિનને લગતી સમસ્યા ના થવા દેવી હોય અને ચહેરાને ગ્લો કરી ચહેરાને મુલાયમ બનાવી રાખવા માટે ઉપર જણાવેલ ઉપાય કરવાથી ચહેરો વઘતી ઉંમરે સુંદર અને જવાન દેખાવા લાગશે. દરેક મહિલાઓ અને પુરુષો માટે ખુબ જ ફાયદાકારક છે.