શરીરને સ્વસ્થ રાખવું જેટલું જરૂરી છે તેટલું જ સ્કિન નું ઘ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. જો સ્કિનની યોગ્ય રીતે કાળજી લેવામાં ના આવે તો સ્કિન ને લગતી અનેક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ચહેરાની સ્કિને હેલ્ધી બનાવી રાખવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું.
તેમાં જીરુંની જરૂર પડશે, જે દરેકના રસોડામાં સરળતાથી મળી રહે છે, તે ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેમાં ઘણા બઘા તત્વો મળી આવે છે જે ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જીરુંનો ઉપયોગ ચહેરા પર કરવાથી ચહેરો સુંદર અને ચમકદાર બને છે.
પ્રદુષિત વાતાવરણના કારણે ચહેરો બેજાન થઈ જતો હોય છે જેના કારણે ચહેરા પર ખીલ અને પીપલ્સ ની સમસ્યા થતી હોય છે જે સમસ્યાને દૂર કરવા માટે ઘણી બઘી દવાઓ નો ઉપયોગ કરવા છતાં પણ દૂર થતી નથી. તો આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
જીરુંનો ઉપયોગ કરી ચહેરા પરની બધી જ ગંદકીને દૂર કરી શકાય છે. વઘતી જતી ઉંમરે વૃદ્ધાવસ્થા ના ચિન્હોને દૂર કરવા માટે જીરું ખુબ જ ઉપયોગી છે. જીરું ઘણી બઘી સ્વાસ્થ્ય ને લગતી બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગ કરી શકાય છે.
જીરુંનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જીરુંનો પાવડર બનાવી લો, ત્યાર પછી એક બાઉલમાં જીરું પાવડર લઈ તેમાં મઘ મિક્સ કરી લો, હવે બને મિશ્રણ ને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવી મસાજ કરો, 15-20 મિનિટ થાય ત્યારે બાદ ચહેરાને પાણી વડે ઘોઈ લો, આ ઉપાય અઠવાડીયામાં બે વખત કરવાથી ખીલ, પિમ્પલ્સ પણ દૂર થશે અને ચહેરા પર આવેલ ડેડ સ્કિન દૂર થઈ ચહેરા પર નેચરલી ચમક આવશે.
આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવો ચહેરા પર નેચરલી ગ્લો આવશે, ચહેરા પરની બધી જ ગંદકી દૂર કરવા માટે આ પેસ્ટ ખુબ જ અસરકારક છે, સ્કિન ની ગંદકી દૂર થવાથી સ્કિન પર રોનક જોવા મળશે.
આ એક નેચરલી ઘરેલુ ઉપાય છે, જેનો ઉપયોગ કરવાથી ખુબ જ સારું પરિણામ મળશે. જો તમે બજારુ પ્રોડક્ટ કે બ્યુટી પર્લનાં વધુ ખર્ચ કરતા હોય તો આ એક ઉપાય અપનાવી જોવો ચહેરા બ્યુટી પાર્લર કરતા પણ સુંદર દેખાવા લાગશે.