સુંદર ચહેરો રહે તે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ માં સુંદર દેખાવાનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે, તે એવું ઈચ્છતા હોય છે કે બીજા કરતા વધારે સુંદર દેખાઉં. આ માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે.
પરંતુ પ્રદુષિત વાતાવરણ ચહેરા ચહેરાના દેખાવને ઓછો કરે છે. આ માટે ચહેરા દેખાવને વધારવા માટે બજરમાં મળતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે જે ચહેરાને એક બે દિવસ માટે સાફ અને સુંદર બનાવી રાખે છે.
પરંતુ તેમાં મળી આવતા કેમિકલ યુક્ત પોદાર્થ સ્કિન ને લગતી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે તેના વધુ ઉપયોગ કરવાથી સ્કિન પર ખીલ અને ફોલ્લીઓ અને ડાધ થવાની સંભાવના વધી જાય છે, જે ચહેરાની ગ્લોઈંગ ઓછી કરે છે.
જયારે જરૂરી પોષક તત્વોની ઉણપ થવા લાગે છે ત્યારે સ્કિન સુકાવા લાગે છે પરિણામે ચહેરા પર કરચલીઓ જોવા મળે છે જે આજે 35-40 વર્ષની ઉંમરે જ ઘરડા દેખાવા લાગે છે. આ ઘરડા દેખાવાના ચિન્હો દૂર કરવા માટે સ્કિન ને હાઈડ્રેટ રાખવું ખુબ જ જરૂરી છે.
શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી ની વધારે જરૂર હોય છે તેવી જ રીતે સ્કિન ને હાઈડ્રેટ રાખવા માટે પાણીની સૌથી વધારે જરૂર હોય છે. આજે અમે તમને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટેનો એક અસરકારક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું. જે 45 વર્ષની ઉંમર વાળા લોકો પણ 25 વર્ષના દેખાવા લાગશે.
ઘરેલુ ઉપાય: આ ઉપાય માટે સૌથી પહેલા એક બટાકાને લઈને તેનો ત્રણ ચમચી રસ કાઢી લો, ત્યાર પછી ત્રણ ચમચી ટામેટાનો રસ કાઢી એક બાઉલમાં બટાકા અને ટામેટાનો રસ મિક્સ કરો, ત્યાર પછી તેમાં દોઢ ચમચી મુલતાની માટી ઉમેરો અને બરાબર હલાવી લો,
હવે તેમાં એક ચમચી ચણા નો લોટ નાખી અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને સાદા પાણી વડે ધોઈને સાફ કરી લો, પછી આ પેસ્ટને બે આંગળી વડે ચહેરા પર લગાવી 3-4 મિનિટ મસાજ કરો. 20 મિનિટ પછી ચહેરાને પાણી વડે ધોઈ કોટન ના રૂમાલ વડે ચહેરાને સાફ કરી લો.
આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરા પરની બધી જ ગંદકી દૂર થઈ જશે. આ પેસ્ટમાં મળી આવતા બટાકાનો રસ સ્કિન ને નેચરલી વાઈટનેશ બનાવામાં મદદ કરે છે. તેમાં મળી આવતું સ્ટાર્ચ સ્કિન ને એન્ટી એજિંગ થી પણ બચાવી ઘરડા પણું આવતા રોકે છે. માટે તેનો ઉપયોગ કરવો સ્કિન માટે ખુબ જ સારું છે.
ટામેટામાં નેચરલી લાઈકોપીન મળી આવે છે જે ચહેરાને મુલાયમ બનાવી રાખે છે. મુલતાની માટી વર્ષોથી સ્કિન માટે ઉપયોગ કરવામાં આવે છે. તે સ્કિનને ડીટોક્સિફાય કરે છે. ચણા નો લોટ ડેડ સ્કિન ને દૂર કરી ચહેરા પર નિખાર લાવે છે. લીંબુમાં વિટામિન-સી સારી મારામાં મળી આવે છે જે સ્કિન ને હેલ્ધી અને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ વધુ હોય તો લીંબુનો ઉપયોગ ટાળીને ગુલાબજળ નો ઉપયોગ કરી શકો છો. ચહેરા પર આ પેસ્ટ લગાવાથી ચહેરા પરની સ્કિન ટાઈટ થાય છે અને કરચલીઓ દૂર થાય છે જેના કારણે વધતી ઉંમરે જવાન અને સુંદર દેખાવામાં મદદ કરે છે.
જો તમે પણ સ્કિને હેલ્ધી અને નેચરલી નિખાર લાવવા માંગતા હોય તો કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ ટાળી આ નેચરલી ઉપાય અપનાવવો જોઈએ જે ખોવાઈ ગયેલ ચમકને પાછી લાવવામાં મદદ કરશે.