આજની પેઢીના બાળકોને નાસ્તાનાં અવનવી વસ્તુઓ અને ફરસાણ આપવામાં આવે છે, પરંતુ પહેલાંના સમયે બાળકોને નાસ્તામાં ખાસ કરીને ગોળ-ચણા આપવામાં આવતા હતા. જોકે ગોળ-ચણા સરળતાથી અને સસ્તામાં મળી જાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.
ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેથી પીરિયડ્સ અને પ્રેગ્નન્સીમાં ગોળ-ચણા ખાવાથી ઘણા લાભ મેળવી શકો છો. ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. આ પ્રોટીન આપણી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
જો તમે વધુ કામ કરતા હોવ તો તમારે ચણા અને ગોળનું સેવન દરરોજ કરવું જોઈએ કારણ કે ગોળ અને ચણા સાથે ખાવાથી માંસપેશીઓ મજબૂત બનવાની સાથે જ શરીરને ઇન્સ્ટન્ટ તાકાત પણ મળે છે.
ગોળ અને ચણા સાથે ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. ખાસ કરીને લોહીમાં આયર્નની ઉણપ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ પોતાના આહારમાં આયર્નથી ભરપૂર વસ્તુઓ લેવી જોઈએ. જેમાં ચણા અને ગોળ સૌથી સારો વિકલ્પ છે. આ ઉપરાંત દરરોજ ગોળ અને ચણા ખાવાથી શરીરમાં ક્યારેય લોહીની ઉણપ થતી નથી.
ગોળ અને ચણા સાથે ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ અને જુદા જુદા પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે ગોળ અને ચણાનું સેવન કરવું જોઈએ.ગોળ અને ચણા નું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધવાના કારણે વજન ઝડપથી ઓછું થાય છે.
ગોળ અને ચણાને રોજ સવારે નાસ્તામાં અથવા બપોરે જમવાના પહેલા 50 ગ્રામ ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. જેના કારણે બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે.
આપણા શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવાના કારણે શરીરમાં એસિડિટીની સમસ્યા ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં ગોળ અને ચણાનું સેવન વધારે ગુણકારી છે કારણે તેમાં ફાઇબર વધુ હોય છે જે પાચન શક્તિને સારી રાખે છે.
ગોળ અને ચણા ખાવાથી મગજ તેજ બને છે અને યાદશક્તિમાં વધારો થાય છે. તેમાં વિટામિન બી હોય છે જે યાદ શક્તિને વધારે છે એટલે જ નાના બાળકોને રોજ ગોળ અને ચણા આપવાનું કહેવામાં આવે છે. ગોળ અને ચણા ખાવાથી યાદશક્તિ ખૂબ જ સારી રહે છે.
ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં ઝિંક હોય છે તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સુંદરતામાં વધારો થાય છે અને ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ મળે છે. એક વાતનું ધ્યાન રાખો કે વધારે માત્રામાં ગોળ અને ચણા ખાવાથી તમારા ભોજન પર આની અસર થઈ શકે છે અને તમને ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે એટલે હંમેશા ગોળ અને ચણાનું સેવન ધ્યાન પૂર્વક કરવું જોઇએ.
ગોળ અને ચણાનું સેવન કરવાથી આપણા શરીરમાં બ્લુડ સુગર મા કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત ગોળમાં નેચરલ શુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી કરતી. આ જ કારણ છે કે ગોળ અને ચણા ડાયાબિટીસ પેશન્ટ માટે ખુબજ ફાયદાકારક છે.