બદલાતી ઋતુમાં હંમેશા ખાન પાન પર ઘ્યાન આપવું જરૂરી છે. કારણકે બદલાતી ઋતુમાં સૌથી વઘારે લોકો બીમાર પડતા હોય છે. માટે આ દરેક વ્યક્તિએ બદલાતી સીઝનમાં યોગ્ય આહાર લેવો જોઈએ. આ માટે આજે અમે એવી વસ્તુ વિશે જણાવીશું જેને ખાવાથી શરીરને ઘણા બઘા ફાયદાઓ થાય છે.
આ માટે તમારે દરરોજ શેકેલા ચણા સાથે આ એક દેશી વસ્તુ ખાવાની છે. શેકેલા ચણાની સાથે જે વસ્તુ ખાવાની છે તે દેશી ગોળ છે. શેકેલા ચણા અને દેશી ગોળમાંથી કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક, ફાયબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જેથી શરીરમાં ઉર્જા અને એનર્જી વઘારે છે અને રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
શેકેલા ચણાની સાથે દેશી ગોળ ખાવાથી થતા અદભુત ફાયદા અને તેને કઈ રીતે ખાવા જોઈએ તેના વિષે જણાવીશું. શેકેલા ચણા અને દેશી ગોળમાં પ્રોટીન ખુબ જ સારા પ્રમાણમાં મળી આવે છે. જેથી તેને દરરોજ ખાવાથી માંસપેશીઓ મજબૂત બની રહે છે.
દરરોજ એક વાર ચણા અને દેશી ગોળ ખાવો જોઈએ. તેમાં ઝીંકની માત્રા સારા પ્રમાણમાં હોય છે જે ચહેરાની ચમક વઘારે છે. શેકેલા ચણા અને ગોળ બંને એક સાથે ખાવાથી સ્કિન પર નેચરલી ચમક અને ચહેરાને મુલાયમ અને સુંદર બનાવામાં મદદ કરે છે.
નિયમિત શેકેલા ચણા અને ગોળ ખાવાથી મેટાબોલિજમમાં વઘારો કરે છે જેના કારણે શરીરમાં જાડાપણું દૂર થાય છે. આ માટે જો ચરબી હોય અને મોટાપો ઓછો કરવો હોય તો આ બંને વસ્તુને એક સાથે ખાવા જોઈએ.
ઘણા લોકોને અવારનવાર પેશાબ ને લગતી સમસ્યા થતી હોય છે જેવી કે પેશાબમાં અસહ્ય બળતરા થવી, પેશાબ અટકી અટકીને આવવો જેવી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. તેમને શેકેલા ચણા અને દેશી ગોળ રોજે ખાવો જોઈએ. આ બંને વસ્તુ રોજે ખાવાથી વીર્યનું પાતળાપણું દૂર થાય છે અને વીર્ય ને જાડું અને ઘટ બનાવે છે.
માટે જે પુરુષોને વીર્ય પાતળું આવતું હોય તેમને આ બંને વસ્તુ ખાવાનું ચાલુ કરવું જોઈએ. તે શારીરિક કમજોરીને દૂર પણ દૂર કરવામાં મદદ કરે છે. જો તમને આ બંને વસ્તુ દરરોજ ખાઓ છો તો નપુંસકતા દૂર થઈ જાય છે. માટે આ બંનેનું સેવન કરવાથી આ ગંભીર સમસ્યાથી દૂર થાય છે. બંને વસ્તુ શરીરને ભરપૂર તાકાત આપે છે.
શેકેલા ચણા અને દેશી ગોળનું સેવન શરીરને અંદરથી ગરમ રાખે છે. જેના કારણે હૃદય રોગ એટલે કે હાર્ટ અટેક નું જોખમ ખુબ જ નહિવત થાય છે. તે હદય ને સ્વસ્થ બનાવી રાખે છે. શેકેલા ચણા અને ગોળમાં ભરપૂર ફાયબરનો સ્ત્રોત આવેલ છે જેના કારણે કબજિયાત દૂર થઈ જાય છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.
શેકેલા ચણા અને દેશી ગોળ આ રીતે ખાવા: રાત્રે સુતા પહેલા એક બાઉલમાં એક ગ્લાસ પાણીમાં લેવાનું છે ત્યારબાદ તેમાં એક મુઠી શેકેલા ચણા નાખો અને તેને ઢાંકીને આખી રાત મૂકી રાખવાના છે. ત્યારપછી સવારે ઉઠીને તેમાંથી ચણા બહાર નીકાળી લો અને તેની સાથે એક ટુકડો દેશી ગોળનો લઈ ચાવી ચાવી ને ખાવાનું છે.
દરરોજ આ રીતે શેકેલા ચણા ની સાથે દેશી ગોળ ખાવો જોઈએ. તેને ખાવાથી હાડકા પણ મજબૂત રહે છે. આ સાથે કેલ્શિયમ ની ઉણપ દૂર કરી હાડકાની મજબૂતાઈ વધારે છે. શરીરમાં શારીરિક નબળાઈ હોય તો પુરુષો માટે આ બંને વસ્તુ લહુબા જ ફાયદાકારક સાબિત થશે.