કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આ ફેસપેક બનાવી 10 થી 15 મિનિટ લગાવો બજારુ પ્રોડક્ટ્સથી દૂર ન થતા દાગ-ધબ્બા દૂર થઇ જશે
તમે સ્વાસ્થ્ય માટે ગોળના ફાયદા તો સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે જાણો છો, તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 10 ગ્રામ ગોળ ની અંદર 8 મિલીગ્રામ કેલ્શિયમ, 16 મિલીગ્રામ મેગ્નનીશિયમ, 0.01 ગ્રામ પ્રોટીન, 0.04 ગ્રામ પાણી, 9.7 ગ્રામ સુગર, 9.8 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 38.3 કેલેરી હોય છે.
ગોળ ત્વચા માટે વરદાનથી ઓછું નથી. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો અને અન્ય પોષક તત્વો ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. તે ચહેરાના દાગ-ધબ્બા દૂર કરવામાં મદદરૂપ છે. તો આવો જાણીએ ગોળથી ફેસ પેક બનાવવાની રીત.
1. ગોળ, ટામેટા અને લીંબુનો પેક : આ ફેસ પેકથી તમે ડાઘ-ધબ્બાથી રાહત મેળવી શકો છો. આ માટે એક બાઉલમાં એક કે બે ચમચી ગોળ પાવડર લો, તેમાં લીંબુનો રસ, ટામેટાંનો રસ અને એક ચપટી હળદર નાખો. આ પેકને ચહેરા પર લગાવો, 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
2. ગોળ અને ગુલાબજળનો પેક : ગોળમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ગોળ પાવડર લો. તેમાં એક ચમચી બ્લેક ટી અને ગુલાબ જળ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, લગભગ 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
~
3. ગોળ અને મધ પેક : આ ફેસ પેકનો ઉપયોગ કરીને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. એક બાઉલમાં એક કે બે ચમચી ગોળ પાવડર લો, તેમાં મધ અને લીંબુનો રસ નાખો. આ પેકને ચહેરા પર લગાવો, લગભગ 10 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
4. ગોળ અને ઘીનું પેક: આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લો. તેમાં એક ચમચી ઘી અને દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પેકને ચહેરા પર લગાવો, લગભગ 15-20 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
~
જો તમે પણ અહીંયા જણાવેલ ફેસપેકનો ઉપયોગ કરો છો તો તમને અહીંયા જણાવેલ ફાયદાઓ થઇ શકે છે. અહીંયા જણાવેલ ફેસપેકનો ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા પર પેચ ટેસ્ટ જરૂરથી કરો. જો તમને કોઈ સમસ્યા થાય છે તો આ ફેસપેક નો ઉપયોગ ન કરો.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો (ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ) માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લો. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. Gujarat Fitness આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.