જો તમે થાક અનુભવો છો? અને રોજબરોજના સામાન્ય કાર્યોથી પણ તમારી ઉર્જા ખલાસ થઈ જાય છે? જો હા, તો આ જ સમય છે તમારી ઉર્જા પાછી મેળવવા અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો. આ આર્ટિકલમાં અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને 100 થી વધુ હેલ્થ બેનિફિટ્સ આપે છે અને તેમાંથી એક તમને ફરીથી યુવાન મહેસૂસ કરાવે છે.
આ ઉપરાંત, તે ઘણા રોગોની સારવાર અને નિવારણમાં પણ અસરકારક છે. આ જાદુઈ પીણું “ગોલ્ડન મિલ્ક” કહેવાય છે, અને તે હળદરનો બનાવવામાં આવે છે.
હળદર ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે જે મગજના કાર્યને સુધારે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, લીવરને સાફ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચનતંત્રમાં સુધારો કરે છે, વજનને નિયંત્રિત કરે છે અને ચયાપચયને સંતુલિત કરવામાં મદદ કરે છે.
ગોલ્ડન ડ્રિન્ક બનાવવાની રીત: સૌ પ્રથમ તમારે હળદરની પેસ્ટ તૈયાર કરવાની જરૂર પડે છે, જેનો ઉપયોગ “ગોલ્ડન મિલ્ક” તૈયાર કરવા માટે કરવામાં આવશે. ગોલ્ડન ડ્રિન્ક માટે જરૂરી સામગ્રી: અડધી ચમચી ભુક્કો કરેલા કાળા મરી, અડધો કપ ફિલ્ટર કરેલ પાણી, ચોથાભાગની (1/4) હળદર
ગોલ્ડન ડ્રિન્ક બનાવવાની રીત: સૌ પ્રથમ બધી વસ્તુઓને એક વાસણમાં લો અને મધ્યમ તાપ પર પકાવો. જ્યાં સુધી મિશ્રણ સ્મૂધ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. જ્યારે મિશ્રણ સ્મૂધ થઈ જાય, પછી પેસ્ટને ઠંડુ થવા માટે તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.
જ્યારે તે સંપૂર્ણપણે બની જાય, ત્યારે આ પેસ્ટનો ઉપયોગ દૂધ તૈયાર કરવા માટે કરો. જરૂરી સામગ્રી: 1/4 ચમચી હળદર, એક ચમચી મધ, એક કપ દૂધ
દૂધ તૈયારી કરવાની રીત : 1 કપ દૂધમાં થોડી હળદરની પેસ્ટ મિક્સ કરી મધ્યમ તાપ પર થોડીવાર પકાવો. ક્યારે બરાબર બફાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. પછી તેને થોડું ઠંડુ થવા દો. મીઠા સ્વાદ માટે તેમાં મધ ઉમેરો. આ ડ્રિન્ક તમને જુવાન દેખાડવાની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. આ ડ્રિન્ક ના ઘણા બધા ફાયદાઓ છે.
હાડકા માટે ફાયદાકારક: હાડકા માટે આ ગોલ્ડન મિલ્ક ખૂબ જ ફાયદાકારક છે. રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરને પૂરતું કેલ્શિયમ મળે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. તે ઓસ્ટીયોપોરોસીસના દર્દીઓને રાહત આપે છે. તેમજ હળદરના દૂધનો ઉપયોગ સંધિવાના નિદાન માટે અને સંધિવાને કારણે થતી બળતરાની સારવાર માટે થાય છે. તે સાંધા અને સ્નાયુઓને લવચીક બનાવીને પીડા ઘટાડવામાં પણ મદદ કરે છે.
શરદી અને ઉધરસથી દૂર રાખે: આ ગોલ્ડન ડ્રિન્કમાં એન્ટિબાયોટિક ગુણો હોય છે જે શરદી અને ઉધરસમાં અસરકારક દવા તરીકે કામ કરે છે. હળદર એ એન્ટિ-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે જે શરીરમાં મુક્ત રેડિકલ સામે લડે છે. આ જ કારણ છે કે દૂધમાં હળદર ભેળવીને પીવાથી શરદી, ખાંસી, ગળામાં ખરાશ અને બદલાતી ઋતુના કારણે થતા તાવથી છુટકારો મળે છે.
રક્ત પરિભ્રમણ સુધારે છે: આયુર્વેદ અનુસાર હળદરને રક્ત શુદ્ધિ કરનાર માનવામાં આવે છે. તે શરીરમાં રક્ત પરિભ્રમણને મજબૂત બનાવે છે. તે લોહીને પાતળું કરે છે અને લસિકા તંત્ર અને રક્ત વાહિનીઓની અશુદ્ધિઓને સાફ કરે છે.
વજન ઓછું કરે: એવું માનવામાં આવે છે કે ગોલ્ડન દૂધમાં હાજર કેલ્શિયમ અને અન્ય ખનિજો શરીરમાં હાજર ચરબીને ઘટાડે છે. આ કારણે હળદરવાળું દૂધ પીવાથી શરીરનું વજન ઓછું થાય છે. રોજ એક ગ્લાસ દૂધમાં થોડી માત્રામાં હળદર ભેળવીને પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓછી થાય છે.
ગ્લોઈંગ ફેસમાં મદદરૂપ: રોજ આ ગોલ્ડન દૂધ પીવાથી ચહેરો થોડા જ દિવસોમાં ચમકવા લાગે છે. આ સિવાય હળદર અને દૂધમાં કેટલાક ગુણો રહેલા હોય છે જે ત્વચા પરના ખીલ, કાળા ડાઘ ને દૂર કરી શકે છે આ સાથે સાથે તે ત્વચાને થનારા નુકશાન સામે રક્ષણ આપે છે.
આ ઉપરાંત જો તમારે 55 વર્ષે પણ 25 વર્ષ જેવા યુવાન દેખાવું હોય તો તમારા આહારમાં ગોલ્ડન દૂધનો સમાવેશ કરો. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.