ચહેરા પર ડાર્ક સર્કલ સ્કિન પર ખીલના નિશાન તથા પોલ્યુશન અને સૂર્યની ગરમીના કારણે ચહેરાનો રંગ કાળો થઇ જાય છે. આજે આપણે અહીં એક એવો ઘરેલુ નુસખો બતાવીશુ કે જે ચહેરાને ચમકદાર બનાવવા, સુંદર બનાવવા તથા સ્કિનને નિખારવા માટે ખૂબ જ અસરકારક છે.
આ નુસખો એટલો સરળ છે કે, એકવાર તમે તેનો ઉપયોગ કરશો તો તેનું રિઝલ્ટ જોઈ તમે પણ કહેશો કે આ એક એવો નુસખો છે. જેમાં તમારે વધારે વસ્તુની જરૂર નહીં પડે. દરેક વસ્તુ તમને ઘરમાંથી જ મળી રહેશે આ માટે તમારે આટલી વસ્તુની જરૂર પડશે.
આ ૫ વસ્તુઓ નો ઉપયોગ કરવો: બે ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર, ૧ લીંબુ અને ગુલાબ જળ, એક ચમચી ગ્લીસરીન
કેવી રીતે ઉપયોગ કરવો : સૌ પ્રથમ બે ચમચી ચણાનો લોટ લઇ તેમાં અડધી ચમચી હળદર મેળવો ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી ગુલાબજળ મેળવી પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટ ચહેરા પર લગાવવાની છે અને બે થી ત્રણ મિનિટ મસાજ કરવાની છે. સારી રીતે મસાજ કર્યા પછી પંદરથી વીસ મિનિટ રહેવા દો. પંદરથી વીસ મિનિટ બાદ શુદ્ધ અને ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ સાફ કરી લો.
ચહેરાને વ્યવસ્થિત સાફ કર્યા બાદ એક ચમચી ગ્લીસરીન અને એક ચમચી ગુલાબજળ મેળવી તેનો લેપ બનાવી ચહેરા પર લગાવો. ૧૫ થી ૨૦ મિનિટ પછી ફરીવાર શુદ્ધ પાણી વડે ચહેરાને ધોઈ નાખો.
થોડા દિવસ આ પ્રયોગ કરવાથી તમારી સ્કિનને નિખરવા લાગશે ચહેરાની રોનક વધવા લાગશે અને ખૂબસુરતી વધી જશે થોડા દિવસમાં તમે અનુભવશો કે બજારમાં મળતી સારા બ્રાન્ડ વાળી ક્રીમ કરતા પણ વધારે અસરકારક પરિણામ જોવા મળશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.