આજે મોટા ભાગના દરેક વ્યક્તિનું જીવન ટેન્સન, તણાવ અને ગુસ્સા માં પૂરું થઈ જાય છે. કામનું એટલું બધું ટેન્સન હોય છે કે કોઈ પણ કામ કરવામાં એકાગ્રતા મેળવી શકતા નથી અને કામ પૂરતું ના થવાના કારણે ખુબ જ ગુસ્સો પણ રહેતો હોય છે.
ગુસ્સો રહેવાના કારણે ઘણી ઘણી વખત એવું બોલી કે કરી લઈએ છીએ જેના કારણે પાછળથી પછતાવું પડતું હોય છે. માટે કહેવામાં આવે છે જયારે કોઈ ગુસ્સમાં હોય ત્યારે તે ઘણી વખત તે આપા ખોઈ ને ના બોલવાનું પણ બોલી લેતા હોય છે.
જયારે આપણા કોઈ પણ વ્યક્તિ કઈ કહે છે અને તે વાત આપણે ખોટી લાગે છે ત્યારે પણ ખુબ જ ગુસ્સો આવી જતો હોય છે. તે સમયે આપણે ખબર હોતી નથી કે આપણે ગુસ્સાને કઈ રીતે શાંત કરવો જોઈએ.
ગુસ્સો આવે ત્યારે ગુસ્સાને કઈ રીતે શાંત કરવો તેના વિષે આજે અમે તમને જણાવીશું. જો તમને ગુસ્સો વારે વારે કોઈ પણ વાતમાં આવી જતો હોય તો આ વાત ખુબ જ યાદ રાખવા જેવી છે. જો તમે ગુસ્સો આવે ત્યારે આટલું કરશો તો ગુસ્સો 2 મિનિટ માં જ શાંત થઈ જશે.
ગુસ્સો શાંત કરવાની ટ્રીક:
જયારે પણ ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલા નીચે બેસી જવું અને પછી તરત જ એક ગ્લાસ પાણી પી જવાનું છે. ત્યાર પછી ડાબા હાથની નાની આંગળી ( ટચલી આંગળી) ની ઉપરનો નખવાળા ભાગમાં પ્રેશર આપવાનું છે, રીતે 2 થી 3 મિનિટ પ્રેશર કરતુ રહેવાનું છે.
આ રીતે કરવાથી તમને એવુંય લાગશે કે ગુસ્સો ધીરે ધીરે દૂર થવા લાગ્યો છે. જો તમને પણ વારે વારે કોઈ પણ વાતમાં ગુસ્સો આવી જતો હોય તો રોજે દિવસમાં બે વખત 2-3 મિનિટ આ એક નાની ટ્રીક કરી શકો છો જે કાયમી વારે વારે આવતા ગુસ્સાને કાબુમાં રાખશે.
આ ઉપરાંત તમારે ઊંડા શ્વાસ લેવાના છે. આપણે બંને નાકથી શ્વાસ લઈએ છીએ જેને સુર્યનાડી અને ચંદ્ર નાડી કહેવામાં આવે છે, આ માટે જયારે પણ તમને ગુસ્સો આવે તે જ ક્ષણે તમારે નીચે બેસી જવાનું છે અને ડાબા નાક થી શ્વાસ લેવાનો છે અને જમણું નાક બંધ કરી દેવાંનું છે.
ડાબી બાજુથી તમે શ્વાસ લો તો ચંદ્રનાડી ચાલુ રહેશે જેથી મગજને શાંત થઈ જશે, અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય તેવું લાગશે. મગજ શાંત થઈ જવાથી ગુસ્સો પણ બેસી જશે. જો તમને પણ વારે વારે નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે તો આ ટ્રીક તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.
ગુસ્સો માણસો વ્યહાર અને ચરિત્ર કેવું છે તે દર્શાવે છે માટે ગુસ્સાને હંમેશા માટે શાંત રાખવો જોઈએ. આ માટે આ બંને ટ્રીક દરેક ગુસ્સો કરતી વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.