આજે મોટાભાગે લોકો પોતાનો સૌથી વધુ સમય ભાગદોડ ભરી જીવનમાં જ પસાર કરી દેતા હોય છે. જેના પરિણામે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય આહાર ના લઈ શકવાના કારણે વ્યક્ત્તિને પોતાના શરીરમાં કમજોરી આવી જતી હોય અને અનેક રોગોના શિકાર બનતા હોય છે.
વ્યક્તિ આંખો દિવસ ઉભા ઉભા કામ કરે અથવા તો લમ્બો સમય બેઠા બેઠા કામ કરે તો હાથ પગ, ઢીચણ અને કમરના દુખાવા થતા જોવા મળતા હોય છે. પરિણામે વ્યક્તિ ખુબ જ ઝટીલ પરિસ્થતીમાં આવી જતો હોય છે.
જો તમે યોગ્ય આહાર પૌષ્ટિક આહાર ના લો શરીરમાં અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ ની કમી જોવા મળતી હોય છે. આ કમીના ના અકરાંને શરીરના કેટલાક અંગો નબળા પડી જતા હોય છે જેમાં સૌથી વધુ હાડકા કમજોર પડવાની સમસ્યા વધુ જોવા મળતી હોય છે.
આ માટે હાડકાને લગતી અનેક પ્રકરની સમસ્યા જેવી કે કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, હાથ પગના દુખાવા, સાંઘાના દુખાવા જોવા મળતા હોય છે. જે ખુબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે જે પહેલા સમયમાં ઘરડા લોકોમાં જોવા મળતી હતી અને હાલમાં નાની ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળી રહી છે.
જો તમે નાની ઉંમરે જ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ આ બે વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરી લો આજીવન માટે હાડકાની કમજોરી, કમરના દુખાવા, સાંધા ના દુખાવા, ઢીચણ ના દુખાવાની સમસ્યા નહીં થાય.
અખરોટનું સેવન: અખરોટ એક ડ્રાયફ્રૂટ્સ છે. જે શરીરને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે, અખરોટમાં સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે તત્વો સારા પ્રમાણમાં મળી આવે છે.
આ માટે જો તમે રોજે રાતે માત્ર બે અખરોટને એક બાઉલમાં પલાળીને આખી રાત માટે રહેવા દઈને સવારે ખાલી પેટ ખાઈ લેશો તો તેમાંથી મળી અવત્તા પોષક તત્વો શરીરના દરેક અંગોને ખુબ જ આસાનીથી મળી રહેશે. જેના કારણે તે હાડકાને જરૂરી પોષક પૂરું પાડશે.
જેથી હાડકામાં આવતો કડકડ અવાજ, ઢીચણ ના દુખાવા, સાંઘાના દુખાવા, કમરના દુખાવામાં ઘણી રાહત મળશે. આ માટે તમે અખરોટને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકો છો. તે મગજને તેજસ્વી બનાવી રાખવામાં મદદ કરશે.
મેથીદાણા: મેથીના દાણા નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે, તે વિવિધ રસોઈ ઉપરાંત ઘણી બીમારીને દૂર કરવા માટે દવાનું કામ કરે છે, તેમાં કેલ્શિયમ, ફોલેટ એસિડ, વિટામિન-સી, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.
જો તમે મેથીના દાણા સિવાય તેનો પાવડર બનાવીને પણ સેવન કરશો તો તેના પણ ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ મળી રહેશે. મેથીદાણા વાત દોષના કારણે થતી બીમારી જેવી કે હાડકામાં અવાજ આવવો, ઉઠા બેસતા સાંઘાના દુખાવા થવા, વધારે સમય કમરના દુખાવા થવા, વા, ગાંઠિયા જેવા રોગોમાં મેથીદાણા ખુબ જ કારગર સાબિત થાય છે.
આ માટે તમે ,મેથીદાણા ને રાતે પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દેવાના છે અને ત્યારબાદ તે મેથીના દાણા ને સવારે ખાલી પેટ ચાવીને સારી રીતે ખાઈ લેવાના છે, અને ઉપરથી તે પાણી પણ પી જવાનું છે.
જો તમે મેથીના દાણા અને તેનું પાણી પીવાનું શરુ કરી દેશો તો હાડકા અને સાંધા ને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે, ઉપરાંત તે શરીરને મજબૂત બનાવશે, તે વાળને પૂરતું પોષણ પણ પૂરું પડશે જેથી વાળ મજબૂત, લાંબા આને સિલ્કી બની રહેશે.
ઉપર જણાવેલ બંને વસ્તુ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, આ માટે બંને વસ્તુને એક સાથે ક્યારેય ના ખાવી જોઈએ, તમે ઈચ્છો તો 15 દિવસ અખરોટ અને 15 દિવસ મેથીના દાણા એવી રીતે ખાઈ શકો છો. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
અહીંયા જણાવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે તમે કોઈ ઉપાય અપનાવતા પહેલા કોઈ પણ નજીકના ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ અવશ્ય લઈ શકો છો.