સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ તલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મજબૂત વાળ માટે તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકોને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ તમારા વાળ માટે તલનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. આ તેલમાં રહેલા ગુણો વાળને મૂળથી મજબૂત બનાવે છે.

તલનું તેલ તમારા વાળ વધારવામાં મદદ કરે છે. જો તમને ડેન્ડ્રફ કે વાળ ખરવાની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા આ તેલથી તમારા માથાની મસાજ કરો. તેના ઉપયોગથી વાળમાં ખંજવાળની ​​સમસ્યામાંથી રાહત મળી શકે છે. તો એવો જાણીએ વાળમાં તલનું તેલ કેવી રીતે લગાવવું.

એલોવેરા જેલ સાથે : આ હેર પેક બનાવવા માટે એક બાઉલમાં એલોવેરા જેલ લો, તેમાં 2-3 ચમચી તલનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે ફેટી લો. પછી તેનાથી વાળમાં મસાજ કરો. લગભગ 1 કલાક પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આ હેર પેક અઠવાડિયામાં 2-3 વખત વાપરી શકાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થઈ શકે છે.

મહેંદી સાથે : જો તમે સફેદ વાળની ​​સમસ્યાથી બચવા માંગતા હોવ તો આ હેર પેકનો અવશ્ય ઉપયોગ કરો. આ માટે મેંદી પાવડરમાં તલનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પછી આ મિશ્રણને વાળમાં લગાવો. 30 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. તે વાળને કુદરતી રંગ આપે છે.

નાળિયેર તેલ સાથે : નાળિયેર તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છો તો તેને તલના તેલમાં મિક્સ કરીને તમારા વાળમાં મસાજ કરી શકો છો. તેનાથી તમે ડેમેજ થયેલા વાળથી છુટકારો મેળવી શકો છો.

બદામ તેલ સાથે : તમે તલના તેલને બદામના તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. તમે અઠવાડિયામાં બે વાર આ મિશ્રણથી મસાજ કરી શકો છો. જેના કારણે વાળ મજબૂત અને ચમકદાર બની શકે છે.

આદુ: આદુ આપણાં સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આદુને પીસીને તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરી વાળમાં અડધા કલાક માટે લગાવો. અડધા કલાક બાદ તમારું માથું ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ ખરતાં અટકશે, કાળા થશે અને ખોડો પણ દૂર થશે.

આમળા અને બદામ: બદામના તેલમાં થોડો આમળાનો રસ મિક્સ કરીને વાળમાં 5 મિનિટ મસાજ કરો. એક કલાક પાણીથી બાદ માથું ધોઈ લો. આ ઉપાયથી વાળ સિલ્કી, કાળા અને મજબૂત થશે.

દૂધી : વાળને કાળા, મજબૂત અને ખરતા અટકાવવા દૂધીના રસમાં ઓલિવ ઓઈલ અથવા તલનું તેલ મિકિસ કરી વાળમાં મસાજ કરો. 30 મિનિટ પછી શેમ્પૂ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરો. આ ઉપાય કરવાથી વાળનો ગ્રોથ વધશે, વાળને પોષણ મળશે અને વાળ કાળા થશે.

ડુંગળી : લીંબુના રસ સાથે ડુંગળીનો રસ મિક્સ કરી વાળના મૂળમાં લગાવો. 15 મિનિટ બાદ માથું ધોઈ લો. આનાથી વાળ લાંબા થશે અને ભરાવદાર થશે. વાળ કાળા પણ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *