આજની બદલાયેલ જીવનશૈલી અને અનિયમિત ખાણી પાણીના કારણે સ્વાસ્થ્ય ને અનેક નુકસાન થઈ શકે છે. હાલના સમયમાં વાળ ખરવાની સમસ્યા 100 માંથી 95 લોકોમાં જોવા મળતી હોય છે. જે ખુબ જ ચિંતા જનક આંકડો કહેવાય છે.
વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે. વઘારે પડતું ધુમાડા વાળું પ્રદુષિત વાતાવરણ હોવાના કારણે આપણા વાળ ખરાબ થઈ જતા હોય છે જેના કારણે આપણા વાળ ખરવા લાગે છે અને વાળ તૂટવા લાગે છે.
આપણી કેટલીક ખરાબ આદત આપણા વાળ ખરવાનું કારણ બની શકે છે. જો આપણે કયાંક બહાર ગયા હોય અને વાળમાં ધૂળ માટી ભરાઈ જાય તો આપણા વાળ ખરવાનું કારણ બની શકે છે.
દરેક મહિલાઓ અને પુરુષો વાળને સિલ્કી બનાવવા માટે બજારમાં મળતા શેમ્પુ જેવા અનેક પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે. બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે અને વાળ સફેદ પણ થવા લગતા હોય છે.
આ ઉપરાંત વારે વારે કોઈ પણ શેમ્પુ કે તેલ બદલવાથી પણ વાળ ખરતા થઈ શકે છે. માટે વાળને ખરતા અટકાવવા, વાળને સફેદ થતા અટકાવવા, માથામાં ટાલ પડવાથી બચવા માટે આજે અમે તમને એક ઘરેલુ તેલ જણાવીશું.
જે તેલનો ઉપયોગ તમે રૂટિનમાં ઉપયોગ કરવાનું શરુ કરી દેશો તો વાળ મજબૂત, સિલ્કી અને ભરાવદાર થઈ જશે. આ તેલ બનાવવું એકદમ સરળ છે. આ તેલ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
તેલ બનાવવા માટેની રીત: સૌથી પહેલા એક વાટકી તલનું તેલ લેવું, એક વાટકી કોકોનટ તેલ, એક વાટકી જેટલું ડુંગળીનું તેલ લેવાનું છે. હવે આ ત્રણે તેલને એક પેનમાં મિક્સ કરીને ગરમ કરવા મુકો, 10 મિનિટ સુઘી ગેસ પર ગરમ થવા દો, બરાબર બધું તેલ મિક્સ થઈ જાય પછી તેને નીચે ઉતારી લો.
જયારે આ તેલ ઠંડુ થઈ જાય ત્યારે આ તેલને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે. ત્યાર પછી તમે આ તેલનો ઉપયોગ વાળમાં અને વાળના મૂળમાં લગાવાનું છે. આ તેલનો ઉપયોગ રોજ સવારે વાળને ઘોયા પછી વાળ સુકાઈ જાય ત્યારે વાળમાં અને વાળના મૂળમાં 5 મિનિટ સુઘી માલિશ કરવાની છે.
આ રીતે વાળમાં માલિશ કરવાથી માથાના જે વાળ ખરતા હશે તે વાળ ખરવાનું બંઘ થઈ જશે. વાળ ખરવાનું બંધ થવાથી વાળ મજબૂત થઈ જશે. આ તેલનું નિયમિત ઉપયોગ કરવાથી સફેદ થતા વાળ અટકી જશે અને વાળને કાળા બનાવામાં મદદ કરશે.
જો તમને માથામાં ટાલ પાડવા લાગી હોય તો રોજ દિસવમાં બે વખત વાળમાં અને વાળના મૂળમાં માલિશ કરવાથી માથામાં પડેલ ટાલમાં વાળ ઉગવાનું શરૂ થઈ જશે. આ તેલ બનાવવું ખુબ જ સરળ છે જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો.
દરેક મહિલાઓ અને પુરુષો માટે આ તેલ ખુબ જ ઉપયોગી સાબિત થશે. બજારમા મળતા તેલનો ઉપયોગ બંઘ કરીને આ એક તેલ ઘરે જ બનાવીને ઉપયોગ કરી શકાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી માત્ર 5 દિવસમાં વાળને ખરતા અટકાવશે. આ તેલ વાળને પૂરતું પોષણ પૂરું પાડશે અને વાળને અંદરથી મજબૂત બનાવી દેશે.