તમે આ વાત તો સાંભળી જ હશે કે જો તમારું શરીર સ્વસ્થ્ય છે તો બધું જ છે. જો તમે સ્વસ્થ હશો તો તમે તમારા દરેક કામ સારી રીતે કરી શકશો. તેથી જ દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વસ્થ રહેવા માટે તમારે શું કરવું જોઈએ?

સ્વસ્થ રહેવા માટે કોઈ પણ માણસને સૌથી જરૂરી છે કે તેની પાસે સારી આદતો હોય. આ માટે જરૂરી છે કે તમે તમારા દિવસની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખો. આ લેખમાં અમે તમને તે આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર ધ્યાન આપીને તમે સ્વસ્થ રહી શકો છો. તો ચાલો જાણીએ કેટલીક નાની નાની આદતો વિશે.

કેટલીકવાર આપણી નાની નાની ભૂલો આપણને ઘણું નુકસાન પહોંચાડે છે. કેટલીક નાની નાની બાબતોની અવગણના તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એક નાનકડી ભૂલ જે આપણે વારંવાર કરીએ છીએ તે એ છે કે આપણે ઘણી વખત ખાદ્યપદાર્થો ખુલ્લી મૂકી દઈએ છીએ, પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપો. આ માટે જરૂરી છે કે તમે આખા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. સવારે પહેલા એકવાર ઘરમાં જમા થયેલો બધો કચરો સાફ કરીલો આ સાથે જ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે તમારા ટોયલેટને હંમેશા સાફ રાખો. વૉશ બેસિન, સિંક જેવી જગ્યાએ પાણી જમા ન થવા દો.

વપરાયેલ અનાજ, મસાલા અને અન્ય રાશનનો યોગ્ય રીતે સંગ્રહ કરો. તેમને ફક્ત હવાચુસ્ત એટલે એર ટાઈટ વાસણમાં રાખો. હંમેશા જમ્યા પછી તરત જ ગંદા વાસણોને સારી રીતે ધોઈ લો અને પછી તેને સૂકા કરી દો.

ખોરાકમાં હંમેશા તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. ખોરાકને હંમેશા યોગ્ય તાપમાને રાંધો. કેટલીકવાર શાકભાજીને વધુ પડતી રાંધવાથી તેના પૌષ્ટિક તત્વો પણ નાશ પામે છે.

રાંધવા અને પીવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. પીવાના પાણીમાં કે ભોજનમાં ઉપયોગ લેવાતા પાણીને ચલાવી ના લેશો. ખોરાકની દરેક વસ્તુ અને તમે જે વાસતસુ ખાઓ છો તેની એક્સપાયરી ડેટ ચોક્કસથી ચેક કરો.

ખોરાકમાં લીલા શાકભાજી , સલાડ, દહીં, આખા કઠોળનો સમાવેશ કરો. થાળીમાં ‘વેરાયટી ઓફ ફૂડ’ રાખવાનો પ્રયાસ કરો. દરરોજ કોઈપણ એક કસરત કરો. જો તમને કસરત માટે સમય નથી મળતો તો ઓફિસ કે ઘરની સીડીઓ ચોક્કસ ચઢો.

થોડા દિવસે તમારા શરીરનું ચેકઅપ કરાવતા રહો. જો તમને કોઈ બીમારી છે તો વારંવાર તમારા શરીરનું ચેકઅપ કરવો. બેડરૂમને સ્વચ્છ, હવાદાર અને ખુલ્લો રાખો. સમય પર શીટ, ઓશીકું અને કવર બદલો. ગાદલાને સમયાંતરે સૂર્યપ્રકાશ માં તપારો.

જો તમે પણ અહીંયા જણાવેલી ટિપ્સ અનુસરો છો તમે પણ હંમેશા સ્વસ્થ્ય રહી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *