પાઇલ્સ અથવા હરસ તમારા ગુદા અને મળાશયમાં સૂજી ગયેલી નસો છે જે પીડા, ખંજવાળ અને મળાશયમાં રક્તસ્રાવનું કારણ બની શકે છે. આ સમસ્યાઓ આંતરિક અથવા બાહ્ય હોઈ શકે છે. આંતરિક હરસ મળદ્વારની અંદર થાય છે જયારે બાહ્ય હરસમાં બહારની તરફ મસા થાય છે.

પાઇલ્સ અથવા હરસના દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ (NIDDK) અનુસાર, 20 માંથી એક અમેરિકનને અમુક સમયે આ રોગનો અનુભવ થાય છે.

આ રોગ સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં જાતે જ ઠીક થઈ જાય છે પરંતુ જો ગંભીર લક્ષણો હોય તો સમસ્યા વધી શકે છે. આ રોગનું મુખ્ય કારણ કબજિયાત છે જે ખરાબ આહારને કારણે થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, જો તેઓ સારવાર ન કરે તો હરસના લક્ષણો ઉદભવી શકે છે.

મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે. જો તમે હરસ – મસા ના દુખાવાથી પરેશાન છો તો આહારમાં કેટલાક ખાસ ખોરાકનો સમાવેશ કરો.

ડાયટમાં ખજૂરનું સેવન પાઈલ્સના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂર માત્ર કબજિયાત જ નહીં પરંતુ પાઈલ્સનો પણ ઈલાજ કરે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ખજૂરનું સેવન કબજિયાત અને હરસથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને શરીર માટે ઘણા ફાયદા પણ છે.

ખજૂર કબજિયાત અને ગેસની સારવાર કરે છે: ખજૂર એક સુપર ફૂડ છે જેના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. જો તમે રાત્રે સૂતી વખતે ખજૂરનું સેવન કરશો તો તમને કબજિયાતમાં રાહત મળશે. ખજૂરમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને એનર્જી આપે છે અને કબજિયાતમાં રાહત આપે છે.

જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓ રાત્રે એક ગ્લાસ પાણીમાં ખજૂર પલાળીને સવારે ખાલી પેટે તે પાણીનું સેવન કરવાથી તમને કબજિયાતમાં રાહત મળશે. ખજૂરનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

જૂર હરસ – મસાની સારવાર કરે છે: જો તમે લોહીવાળા હરસ – મસાથી પરેશાન છો તો ખજૂરનું સેવન કરો. ખજૂરના પાનનું સેવન પણ લોહીવાળા હરસ – મસાથી રાહત મેળવવામાં કારગર સાબિત થાય છે. ખજૂરના પાનને આગ પર બાળીને પાવડર બનાવો. આ પાઉડરને એક બોટલમાં ભરીને રાખો અને દિવસમાં બે વાર આ પાઉડરનું સેવન કરવાથી તમને લોહીવાળા હરસથી રાહત મળશે.

ખજૂરના ફાયદા: ખજૂરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર સ્વસ્થ રહે છે. જો સવારે ખાલી પેટ ખજૂર ખાવામાં આવે તો સ્થૂળતામાં રાહત મળે છે. ફાઈબરથી ભરપૂર ખજૂરનું સેવન કરવાથી ભૂખ લાગતી નથી અને વજન ઓછું રહે છે.

જેની આંખો નબળી હોય તેમણે ખજૂર ખાવી જોઈએ. ખજૂર શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને પૂર્ણ કરે છે અને શરીરને ઉર્જા આપે છે. જો બ્લડપ્રેશર ઓછું રહે તો ખજૂર ખાઓ. ખજૂરનું સેવન કરવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *