આજે આપણે એક એવી વાત કરવાના છીએ એ તમારી આજુ બાજુ, તમારા ઘરમાં, તમારા મહોલ્લામાં, તમારી ગલી , તમારા ગામડામાં કે તમારા શહેરના મોટાભાગના લોકો કરતા હોય છે. આ વસ્તુ જે તમારા ઘરને પાયમાલ કરી નાખે છે અને ઘણીવાર તમારા ખુશખુશાલ ઘરને રોડ પર પણ લાવી શકે છે.
આ વસ્તુ એટલે કે વ્યસન જે આજનો માણસ તેનો બંધાણી થઈ ગયો છે. આજનો માણસ સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવે ત્યાં સુધી આખો દિવસ વ્યસન કરતો થઇ ગયો છે જેમાં ખાસ કરીને નવ યુવાનો જે તમાકુ, મસાલા, બીડી, સિગારેટના રવાડે ચઢી ગયો છે.
ઘણા લોકો એવા નુકશાનકારક ઉપદ્રવો વાળા પદાર્થોનું સેવન કરે છે જેના લીધે જો તેમને એક દિવસ ન મળે વ્યસન કરવા તો તેમને માથું દુખે, ગુસ્સો આવે અને આખો દિવસ ગમે પણ નહીં. આજનો માણસ વ્યસનનો એટલો બંધાણી થઈ ગયો છે કે ઘરેમાં રહેલા વડીલ કે માતા-પિતા કોઈપણ માવા ખાવાની ના પાડે તો તેના પર ખૂબ ગુસ્સો કરે છે.
ઘણા વ્યસની લોકોના કારણે ઘરના લોકો પણ ખુબજ કંટાળી ગયા હોય છે પરંતુ વ્યસન કરનાર માણસ ઘણી વાર પોતાના પરિવારની ખુશીઓ પણ ભૂલો જતો હોય છે. આ બધું થવાનું મૂળ કારણ વ્યસન છે. એટલા માટે આજે અમે એક એવા માવા વિષે જણાવીશું જેમાં તમાકુ નું કોઈ નામ નહીં હોય અને આ માવામાં કોઈ એવા તત્વો નહીં હોય જે તમારા શરીરને નુકશાન કરે.
આ એક એવા હર્બલ માવા વિષે જણાવીશું જેમાં સોપારી સાથે સાત ઔષધ દ્રવ્યો હોય છે. આ હર્બલ માવામાં સોપારી, શેકેલી વરિયાળી, અજમાનો કરકરો પાવડર, લવિંગ, જેઠીમધ, હરડેના ટુકડાં, અને નાગરવેલના પાન ના ટુકડા નાખવામાં આવે છે.
એક કાગળ લઇ તેમાં આ બધી વસ્તુને મિક્સ કરી અને મસાલો બનાવતા હોય એ જ રીતે ઘરે જ આ માવો બનાવી લેવો. આ માવો તમારા ઘરે જ બનાવવાનો છે એટલે કે આ માવો તમને બજારમાં ક્યાંય મળશે નહીં કે જોવા પણ નહીં મળે. ઘરે જ આ હર્બલ માવો બનાવીને તમે તેમાં તમે ગુલકંદ ઉમેરી શકો છો.
આ હર્બલ માવો છે જેમાં સોપારી, શેકેલી વરિયાળી, અજમા નો પાવડર, લવિંગ, જેઠીમધ અને હરડે ના ટુકડા તેમજ નાગરવેલના પાન ના ટુકડા ઉમેરવામાં આવે છે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવું કે આ માવામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રમાણસર ખાવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને થાય છે,
પરંતુ વધુ પ્રમાણમાં સોપારી પણ ન ખાવી જેનું ખાસ ધ્યાન રાખવું. તમને જણાવીએ કે આપણા વડીલો, આપણા દાદા લોકો જૂના જમાનામાં જમીને કે ચા પીને કાચી સોપારી ખાતા. આ માવામાં ઉપયોગ માં લેવાથી વરીયાળી પિતનાશક ઠંડી છે જે મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરનારી છે.
આ માવામાં અજમાનો ઉપયોગ થાય છે જે પેટના રોગોને દૂર કરનાર, વાયુશામક છે. આ સાથે ઉપયોગમાં લેવાતી લવિંગ મોંમાં દુર્ગંધ દૂર કરનાર છે આ સાથે જેથીમધ જે કફનો નાશ કરનાર છે.હર્બલ માવામાં ઉપયોગમાં લેવાતા હરડેના ટુકડા જે વાત પિત કફ ત્રણેય દોષોને દૂર કરે છે આ ઉપરાંત પેટ સાફ કરનાર અને કબજિયાત દૂર કરનાર છે.