પેટ જયારે પણ ખરાબ થાય છે ત્યારે બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થવાનું ચાલુ થઈ જાય છે. આ માટે પેટને સાફ રાખવું ખુબ જ જરૂરી છે. પરંતુ આજની વ્યસ્ત જીવન શૈલીમાં મોટાભાગના લોકો પાસે ટાઈમનો અભાવ હોય છે આ માટે બહારના ખોરાક ખાવાનું વઘારે પસંદ કરે છે.

બહારના ખોરાક ખુબ જ ચટાકેદાર અને મસાલા વાળું હોય છે જેને ખાવાના કારણે પેટમાં ગેસ, એસિડિટી, અપચો જેવી અનેક પેટની બીમારી નો સામનો કરવો પડતો હોય છે. આ માટે પેટની બીમારીને દૂર કરવા માટે રોજે ભોજન પછી આ એક વસ્તુ ખાઈ લેવી જોઈએ.

રોજે ભોજન પછી આ એક વસ્તુ ખાઈ લેવાથી ખોરાક ખુબ જ આસાનીથી પચી જશે અને પેટ એકદમ સાફ થઈ જશે. ભોજન પછી જે વસ્તુ ખાવની છે તે વસ્તુ હરડે છે. જેને આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે.
તેને રોજે ભોજન પછી ખાવાથી ડાયજેશન સિસ્ટમને સુધારવાનું કામ કરી પાચનતંત્ર ને મજબૂત બનાવે છે જેના કારણે પેટ એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જાય છે અને અને પ્રકારની પેટની બીમારી માંથી છુટકાળો અપાવે છે.
જો તમને વારે વારે કબજિયાત રહેતો હોય તો રોજે આ અમૃત સમાન હરડેનું સેવન કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ દૂર થઈ જાય છે. આ માટે કબજિયાત હોય તો નિયમિત પણે ભોજન પછી મુખવાસ રૂપે હરડેનું સેવન કરી શકાય છે.