આપણા બાળકોને યોગ્ય પૌષ્ટિક આહાર આપીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા જોઈએ. પરંતુ આજના સમયમાં બાળકને સૌથી વધારે ચોકલેટ ભાવતી હોય છે પરિણામે બાળક પૌષ્ટિક આહાર ખાવાથી દૂર રહે છે, બાળકોને ચોકલેટથી બનાવેલ વસ્તુમાં ખાવાની સૌથી વધારે પસંદ કરતા હોય છે.
કારણકે જયારે બાળક નાનું હોય અને રડે ત્યારે માતા પિતા બાળકને શાંત કરવા માટે ચોકલેટની લાલાચ આપતા હોય છે જેથી બાળક રડવાનું બંધ કરી દે છે. પરંતુ માતા પિતાએ બાળકને શાંત કરવામાં માટે આપેલી લાલચ બાળકો માંટે લાંબા સમયે નુકશાનકારક સાબિત થાય છે.
જયારે બાળકોને ચોકલેટ ખાવાની આદત પડી જાય છે ત્યારે બાળક ખોરાક થી દૂર રહેતો હોય છે, નાના બાળકોને ચોકલેટ ખાવાથી બાળકોના સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસર પણ થઈ શકે છે, માટે બાળકોને ચોકલેટ ખવડાવાથી ક્યાં નુકસાન થાય છે તેના વિષે જણાવીશું.
દાંત સડવા નું જોખમ રહે: બાળકોને નાની ઉંમરથી જ ચોકલેટ ખાવાની ખરાબ ટેવના કારણે દાંત નબળા પડી જતા હોય છે પરિણામે દાંતમાં પોલાણ થઈ જતું હોય છે, જેના કારણે દાંતમાં સડો થવાનું જોખમ રહેતું હોય છે.
ઊંઘમાં તકલીફ પડવી: ચોકલેટમાં કેફીન યુક્ત પદાર્થ મળી આવે છે, જે નાના જે બાળકોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી, બાળકને ચોકલેટ ખાવાની ટેવ પડી જાય છે ત્યારે બાળકોને ઊંઘ લેવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે, માટે બાળકોને ચોકલેટ ખાવાથી દૂર રાખવા જોઈએ.
વજન પણ વધી શકે: બાળકોનું નાની ઉંમરમાં વજન વધવું એ ખુબ જ ચિંતાનો વિષય બની જાય છે, નાની ઉંમરથી બાળકોને વધારે ચોકલેટ ખવડાવામાં આવે તો બાળકોનું વજન પણ વધી શકે છે, પરિણામે મેદસ્વીતા વધવાના કારણે પેટની લગતી અનેક સમસ્યાઓ થતી હોય છે, માટે નાની ઉંમરથી જ વજનને કંટ્રોલમાં રાખવા માટે બાળકોને ચોકલેટથી દૂર રાખવા જોઈએ.
સુગર ને વધારે: બાળકોને અવાર નવાર ચોકલેટ ખવડાવાથી બાળકોમાં સુગરનું પ્રમાણ વધી જાય છે, પરિણામે જયારે સુગર બ્લડ માં ભરી જાય છે ત્યારે સુગર લેવલ વધવા લાગે છે જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધુ રહેતું હોય છે. આ માટે બાળકોને લાંબા ગાળે આવી ગંભીર બીમારી બચાવી રાખવા માટે માતાપિતા એ બાળકોને ચોકલેટથી દૂર રાખવા જોઈએ.
દરેક માતા પિતા એ બાળકોના સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, આ માટે બાળકોને હંમેશા ચોકલેટ અને ચોકલેટથી બનેલ વસ્તુ થી દૂર રાખવા જોઈએ. આ ઉપરાંત બાળકો જયારે પણ કઈ પણ વસ્તુ ખાય ત્યાર પછી બાળકોને પાણી ના કોગળા કરાવવા જોઈએ.
જેથી બાળકોના મોં માં અને દાંતમાં ખાધેલ ખોરાક ભરાઈ રહેશે નહીં. જેના કારણે બાળકોના દાંતમાં પોલાણ પણ થશે અને બાળકોના દાંતમાં સડો થવાની સંભાવના દૂર થઈ જશે. આ માટે બાળકોને ચોકલેટ ખવડાવાની ટેવ પડ્યા વગર ખાધા પછી કોગળા કરવાની ટેવ પડાવવી જોઈએ.