શરીરને અનેક રોગોથી બચાવી રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે તે જરૂરી છે. પરંતુ વાતાવરણમાં થતા બદલાવ અને ખાવા પીવાની કેટલીક ખરાબ આદતોના લીધે વ્યક્તિ ઘણી વખત ઘણી બીમારીના શિકાર બનતા હોય છે.
આ માટે ખાવા પીવાની આદતો સુઘારવાની સાથે દિવસ દરમિયાન 25-30 મિનિટ હળવી કસરત અને યોગા કરવા જોઈએ, જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ખોરાક ખોરાક વિષે જણાવીશું જેને આહારમાં સમાવેશ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
લીલા પાંદડા વાળા શાકભાજી: લીલા પાંદડા વાળા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ઘણી બઘી વાયરલ અને ઈન્ફેક્શન થી ફેલાતા રોગો સામે લડવાની ક્ષમતા વઘારે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
તેમાં સારા પ્રમાણમાં વિટામિન-સી, કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, ઝીંક વગેરે જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે ઇંમ્યુનીટી વઘારવાની સાથે શરીરમાં લોહીની ઉણપ ને પણ દૂર કરે છે, આ સાથે હાર્ટ ને પણ હેલ્ધી બનાવી રાખે છે. માટે લીલા શાકભાજીમાં પાલક, બ્રોકોલી, પત્તા વગેરે ખાવા જોઈએ.
ફ્રૂટ્સ ખાવા: દરેક સીઝનમાં અલગ અલગ ફ્રૂટ્સ મળી આવે છે, પરંતુ ઘણા એવા ફ્રૂટ્સ છે જે બારેમાસ મળી રહેતા હોય છે, દિવસમાં કોઈ પણ એક ફ્રૂટ્સ ખાવું જોઈએ, જે શરીરને એનર્જી પુરી પાડે છે. આ સાથે સ્વાસ્થ્ય ને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફ્રૂટ્સ માં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે.
આ સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ મળી આવે છે, જે ઘણી બીમારીઓ ને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે રોજિંદા આહારમાં કોઈ પણ એક ફ્રૂટ્સ ખાવાથી હૃદય, ફેફસા, લીવર, કિડની, મગજ, હાડકા, આંખો જેવા દરેક અંગો ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજે 9-11 ગ્લાસ પાણી પીવું જોઈએ, આ સાથે સવારે અને સાંજે એક – એક ગ્લાસ હૂંફાળું પાણી પણ પીવું જોઈએ. જે શરીરનો વઘારાનો કચરો પણ સાફ કરે છે, અને પેટ ને ચોખ્ખું બનાવી રાખે છે. પેટ સાફ અને ચોખ્ખું રહેવાથી ઘણી બીમારીઓ આવતા અટકી જાય છે.
રોજે સવારે નાસ્તામાં હેલ્ધી અને પૌષ્ટિક હોય તેવો લેવો જોઈએ. જે આખા દિવસ દરમિયાન શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. જેથી શરીરમાં વારે વારે થાક અને કમજોરી આવતી નથી.