શરીરમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે મોટાભાગે લોકો સફેદ મીઠાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ ઓછો કરી ને કાળું મીઠું ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
આયુર્વેદમાં સફેદ મીઠા કરતા કાળું મીઠાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. નિયમિત પણે દરેક શાક અને દાળમાં કાળું મીઠું નાખીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને ઘણા બઘા ફાયદાઓ પણ થાય છે. કાળું મીઠાને રોકીંડા આહારમાં સમાવેશ કરવથી પેટ સંબંધિત અનેક સમસ્યા દૂર થાય છે.
કાળું મીઠું જેમાં કુદરતી ગુણો મળી આવે છે જે આપણા શરીરમાં થતી નાની મોટી અને બીમારીને દૂર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. કાળું મીઠું ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
પેટના રોગ દૂર કરે : ગેસ ની સમસ્યા થવાથી પેટ ભારે લાગે છે. ખાવાની ખરાબ ટેવના કારણે મોટાભાગે લોકો ગેસ, કબજિયાત અને એસિડિટી ના શિકાર બનતા હોય છે. આ માટે ગેસ ને બનતા રોકવા માટે રોજે ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. જે ગેસ, એસિડિટી અને કબજિયાતમાંથી છુટકાળો અપાવે છે. આ ઉપરાંત પેટને સાફ અને ચોખ્ખું રાખે છે.
પેટના દુખાવામાં આરામ આપે: ઘણા લોકોને અવારનવાર પેટ,આ દુખાવાની તકલીફથી પરેશાન હોય છે તેવા લોકોએ અજમો અને કાળું મીઠું મિક્સ કરીને ફાકી મારવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત અજમાનું ચૂરણ અને કાળું મીઠું મિક્સ કરીને હૂંફાળા પાણીમાં નાખીને પીવાથી પણ રાહત મળે છે.
તણાવ દૂર કરે: તણાવને દૂર કરવા માટે કાળું મીઠું ખુબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી મગજની કાર્ય ક્ષમતામાં સુધારો થાય છે મન ને શાંત કરે છે. જો તમને તણાવ રહેતો હોય તો રાતે સુવાના પહેલા તેને પાણીમાં નાખીને પી શકો અથવા તેને ચાટવાથી પણ તણાવ દૂર થાય છે.
તણાવ દૂર થવાના કારણે અનિંદ્રાની સમસ્યા થાય છે તેવા લોકોએ કાળું મીઠું ખાવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે. માનસિક તણાવ અને ડિપ્રેશન હોય તો તેને દૂર કરી મગજને શાંત કરે છે.
સોજો દૂર કરે: હાથ પગમાં આવતા વારે સોજાને દૂર કરવા માટે કાળા મીઠાને ગરમ કરીને એક પોટલી બનાવી શેક કરવો જોઈએ. કાળા મીઠાનો શેક કરવાથી ખુબ જ ઝડપથી સોજા દૂર થાય છે.
વજન ઓછું કરે: રોજિંદા આહારમાં સોડીયમથી ભરપૂર સફેદ મીઠાંની જગ્યાએ કાળા મીઠાનો સમાવેશ કરવો જોઈએ. કાળા મીઠાને આહારમાં સમાવેશ કરવાથી વજન ને નિયંત્રિત કરી શકાય છે. કાળું મીઠું ખાવાથી પેટની ચરબી માં ઘટાડો થાય છે અને સ્થૂરતા ઓછી થાય છે.
કાળા મીઠાનું સેવન નિયમિત અને યોગ્ય માત્રા કરવું જોઈએ જેની મદદથી હાઈ બ્લડપ્રેશર, કિડની, હદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે આ માટે સફેદ મીઠાનો ઉપયોગ ઓછો કરી કાળું મીઠું દાળ શાકમાં નાખી ખાવાનું ચાલુ કરવું જોઈએ.